હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં સીડીએસ જનરલ બિપીન રાવત સહિત 13 લોકોના મૃત્યુ થતાં જામનગરમાં ગઇકાલે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના ભરતસિંહ જાડેજા, દલપતસિંહ પરમાર, વિક્રમસિંહ જાડેજા, સજુભા જાડેજા, નરેન્દ્ર સિંહ ગોહિલ, ભરતસિંહ જાડેજા, ઉદેસિંહ જાડેજા, દેવીસિંહ ઝાલા, રનધીર પ્રતાપ સિંહ, હસમુખ ભાઈ શિહલા, હરિસિંહ જાડેજા, રમેશભાઈ ચંદેરા, આશિષ મેતા, ઓમપ્રકાશ પ્રજાપતિ , ઝાલા ધર્મેન્દ્ર સિંહ સહિતના સભ્યો ઉપસ્થિત રહી જનરલ બિપીન રાવત સહિતના શહિદ જવાનો માટે બે મિનિટનું મૌન પાડી શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.