જામનગર શહેરમાં સમર્પણ નજીકથી પસાર થતા બાઇકસવારને આંતરીને તલાસી લેતા તેની પાસેથી દારૂની છ બોટલો મળી આવતા બે શખસો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં ખંભાળિયા રોડ પર સમર્પણ હોસ્પિટલ પાસેથી પસાર થતા બાઈકસવારને આંંતરીને એલસીબીની ટીમે તલાસી લેતા દિલીપ રામા દિવરાણિયા મેર નામના શખ્સના કબ્જામાંથી રૂા.2400 ની કિંમતની દારૂની છ બોટલો મળી આવતા પોલીસે રૂા.30 હજારની કિંમતની બાઈક અને દારૂના જથ્થા સહિત રૂા.32,400 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં તુષાર બિપીન ચાવડા નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાનું ખુલતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.