જામનગર શહેરના રામેશ્વરનગરમાં પટેલવાડી શેરી નં.5માં રહેતી યુવતીએ કોઇ અકળ કારણોસર તેના ઘરે ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્વરનગરમાં આવેલા પટેલવાડી શેરી નં.5માં રહેતી ઉર્વશીબેન રમેશભાઇ રાયચૂરા (ઉ.વ.29)નામની યુવતીએ કોઇ અકળ કારણોસર તેણીના ઘરે ગુરૂવારે સવારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં યુવતીનું મોત નીપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના ભાઇ શ્યામ દ્વારા જાણ કરતાં પીએસઆઇ એમ.કે.ચનિયારા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.