Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં શરૂ કરાયો અલાયદો ઓમિક્રોન વોર્ડ

જામનગરમાં શરૂ કરાયો અલાયદો ઓમિક્રોન વોર્ડ

કયા દર્દીને આ વોર્ડમાં રાખવામાં આવશે...? જાણો...

- Advertisement -

જામનગરની ડેન્ટલ હોસ્પિટલમાં રિલાયન્સે બનાવેલી કોવિડ હોસ્પિટલમાં અલાયદો ઓમિક્રોન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છેે. આ વોર્ડમાં ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીઓને રાખવામાં આવશે. જામનગર જી.જી.હોસ્પિટલના કોવિડ-19 નોડલ ઓફિસર ડો.ભૂપેન્દ્ર ગોસ્વામીના જણાવ્યા અનુસાર ભારત સરકાર દ્વારા ઓમિક્રોન સંક્રમિત જે દેશોની યાદી જાહેર કરવામાં આવી છે, તે દેશમાંથી આવતાં નાગરિકો જો કોરોના પોઝિટિવ આવશે તો તેમને ઓમિક્રોન શંકાસ્પદ ગણીને આ વોર્ડમાં દાખલ કરવામાં આવશે. ઉપરાંત જે કોઇ દર્દી ઓમિક્રોન સંક્રમિત દર્દીના સંપર્કમાં આવ્યા બાદ કોરોના પોઝિટિવ આવશે તો તેમને પણ આ અલાયદા ઓમિક્રોન વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવશે. આ માટે હોસ્પિટલમાં 30 બેડના વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.

- Advertisement -

ડો.ગોસ્વામીના જણાવ્યા અનુસાર દરેક કોરોના પોઝિટિવ દર્દીને આ વોર્ડમાં દાખલ કરવાની જરૂર રહેતી નથી. તેમને રેગ્યુલર કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવશે.તેમણે એમ પણ જણાવ્યું કે, દરેક કોરોના પોઝિટિવ દર્દીના સેમ્પલનો જીનોમ સિકવન્સીસ રિપોર્ટ કરી શકાય એમ નથી.આથી જે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસી અને શંકાસ્પદ લક્ષણો જણાશે તેમને જ ઓમિક્રોન વોર્ડમાં દાખલ કરવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, જામનગર ઉપરાંત અમદાવાદ, રાજકોટ, સુરત, ગાંધીનગર જેવા શહેરોમાં પણ જેવા શહેરોમાં પણ અલાયદો ઓમિક્રોન વોર્ડ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટાની સરખામણીએ પાંચ ગણુ ઝડપથી સંક્રમણ પ્રસારવતો હોય સંક્રમણને નાથવા માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular