Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરભારત તિબ્બત સંઘના શહેર જિલ્લા મહિલા વિભાગ પદાધિકારીઓની વરણી

ભારત તિબ્બત સંઘના શહેર જિલ્લા મહિલા વિભાગ પદાધિકારીઓની વરણી

- Advertisement -

ભારત તીબ્બત સંઘ એ ભારત અને તીબ્બત ના સંબંધો ને મજબૂત બનાવવા માટે સંકલન અને સમન્વય કરતી નોનપ્રોફિટ ઓરગેનાઇઝેશન (સંગઠન) છે , જેનો ઉદેશ તીબ્બત ની આઝાદી અને કૈલાશ માનસરોવરની મુક્તિનો છે ભારત તીબ્બત સમન્વય સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતની સુપ્રીમ કોર્ટના સેવા નિવૃત ન્યાયધીશ જ્ઞાનસુધ્ધા મિશ્રા અને ઉપાધ્યક્ષ તરીકે સેવા નિવૃત એરવાઈસ માર્શલ ઑ. પી. તિલારી અને સેવા નિવૃત મેજર જનરલ નિલેન્દ્ર કુમાર તેમજ મહામંત્રી તરીકે રાજસ્થાન હાઇકોર્ટ ના વરિષ્ઠ ધારાશાસ્ત્રી સૌરભ સારસ્વત જ્યારે ગુજરાત પ્રાંત ની જવાબદારી પ્રદેશ અધ્યક્ષ ભાવેશ જોષી (બાપજી), પ્રદેશ માહિલા અધ્યક્ષ ડો. મૃણાલિની ઠાકર વિગેરેની સહમતીથી જામનગર જિલ્લા મહિલા અધ્યક્ષપદે ડીમ્પલબેન જગતભાઈ રાવલની નિમણૂંક બાદ ઉપાધ્યક્ષ પદે પાયલબેન શર્માની તેમજ મહામંત્રીપદે પૂર્ણિમાબેન નંદાની વરણી કરવામાં આવી છે.

- Advertisement -

ઉપાધ્યક્ષ પાયલબેન શર્મા અનેકવિધ મહિલા સંગઠનો સાથે જોડાયેલા છે, તેમજ ઘણા સમય થી સેવાકીય કાર્યો કરી રહ્યા છે, જ્યારે મહામંત્રી પૂર્ણિમાબેન નંદા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 15 માં શિક્ષિકા તરીકે સેવા આપી રહ્યા છે, તેમજ કલરવ ગ્રૂપ જામનગર ના તેઓ ક્ધવીનર છે તેઓની નિમણૂંકને ભારત તીબ્બત સંઘ જામનગરના સદસ્યોએ તેમજ પ્રાંતના અધ્યક્ષ ભાવેશભાઈ જોશી, મહામંત્રી હિરેનભાઇ શાહ, મહિલા વિભાગ ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ડો. મૃણાલિનીબેન ઠાકર, મહામંત્રી જિજ્ઞાબેન ગામી તથા દિવ્યાબેન ભટ્ટ, કર્મભાઇ ઢેબર વિગેરે હોદેદારો એ આવકારી શુભેચ્છા પાઠવી હતી .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular