Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરબોન્ડ મિલ વિસ્તારમાં કચરાના નિકાલ અને સફાઇ બાબતે રહેવાસીઓ દ્વારા કમિશનરને રજુઆત

બોન્ડ મિલ વિસ્તારમાં કચરાના નિકાલ અને સફાઇ બાબતે રહેવાસીઓ દ્વારા કમિશનરને રજુઆત

જામનગરમાં વાલસુરા રોડ ઉપર આવેલ બોન્ડ મિલ સોસાયટીમાં છેલ્લા ઘણાં સમયથી સફાઇ થતી ન હોય તેમજ કચરાનો નિકાલની વ્યવસ્થા ન હોય, આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સફાઇ કામદારો સફાઇ કરવા આવતાં નથી. ગટરોની સફાઇ પણ રહેવાસીઓએ જાતે કરવી પડે છે. જામ્યુકો દ્વારા બધા જ ટેકસ વસુલાતા હોવા છતાં પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં આવતી નથી. રહેવાસીઓ દ્વારા પોલિટેકનિક કોલેજની બાઉન્ડ્રી પાસે કચરો નાખતા હતાં પરંતુ છેલ્લા પાંચ દિવસથી આ જગ્યાએ પણ એસએસબીના જવાનો અને અધિકારીઓને બેસાડી દેવામાં આવ્યા છે અને કચરા પેટી પણ હટાવી દેવાઇ છે. જેના કારણે લોકોને કચરો નાખવામાં મુશ્કેલી પડી રહી છે. આ અંગે સોલિડ વેસ્ટના અધિકારીને પણ ટેલિફોનિક જાણ કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી. આથી આ વિસ્તારમાં કચરા પેટી મૂકવા તથા ગટરોની સફાઇ કરાવવા માંગણી કરવામાં આવી છે. જો આ અંગે યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular