દુનિયામાં એવા ઘણા મહાન લોકો થયા છે જેમણે પોતાની ઈચ્છા શક્તિથી અનેક લોકોને અચંબિત કરી દીધા છે. લોકો માટે માનવું મુશ્કેલ બની જાય છે કે માણસ ખરેખર તેની ક્ષમતાઓથી વધુ કેવી રીતે આ કરી શકે છે. પોતાની દ્રઢ ઈચ્છાશક્તિથી દુનિયાને ચોંકાવી દેનારા આ વ્યક્તિનું નામ છે અમર ભારતી. સંન્યાસી અમર ભારતી આસ્થા અને શાંતિ માટે છેલ્લા 45 વર્ષથી પોતાનો હાથ ઊંચો રાખ્યો છે. આ દરમિયાન એક પળ માટે પણ તેણે હાથ નીચે કર્યો નથી.
અમર ભારતીનું નામ ભલે બહુ ઓછા લોકો જાણતા હશે પરંતુ તેમણે આસ્થા અને શાંતિ માટે જે કામ કર્યું છે તેનાથી આખી દુનિયા વાકેફ છે. અમર ભારતી એક સંન્યાસી છે અને છેલ્લા 48 વર્ષથી પોતાનો એક હાથ ઉંચો રાખ્યો છે. આ દરમિયાન તેણે એક ક્ષણ માટે પણ પોતાનો હાથ નીચો કર્યો નથી. ભારતી ભગવાન શિવના ભક્ત છે અને તેઓ ઈચ્છે છે કે ભારત સહિત દુનિયાભરના લોકો શાંતિ અને ભાઈચારાથી રહે.
અમર ભારતી શરૂઆતમાં બેંક કર્મચારી હતા. તેમની પત્ની અને બાળકો પણ છે.પરંતુ એક દિવસ અચાનક તેમનું મન આધ્યાત્મ તરફ ખેંચાયું અને તેમણે બધુ ત્યાગીને ધર્મનો રસ્તો પકડી લીધો. અને શિવને સમર્પિત થઇ ગયા. અમર ભારતીના જણાવ્યા મુજબ અમર બારતીએ જ્યારે પોતાનો એક હાથ હવામાં ઉઠાવવાનો નિર્ણય લીધો ત્યારે શરૂઆતના બે વર્ષ તેમના માટે ખુબ મુશ્કેલીભર્યા રહ્યા. તેમના હાથમાં અપાર વેદના થતી હતી પરંતુ ધીરે ધીરે તે ઓછી થતી ગઈ. હવે આ ઉઠેલો હાથ તેમના જીવનનો ભાગ બની ગયો અને તેમાં તેમને કશું અસામાન્ય નથી લાગતું.