આજરોજ 6 ડિસેમ્બરના રોજ જામનગર જિલ્લા હોમગાર્ડઝ દ્વારા હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર ક્રિકેટ બંગલા સામે આવેલ જિલ્લા હોમગાર્ડઝ કચેરી ખાતે જામનગર જિલ્લા હોમગાર્ડઝ દ્વારા શેરીમોરિયલ પરેડ, માર્ચપાસ્ટ તથા ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોમગાર્ડઝ જવાનોએ પાસિંગ આઉટ પરેડ યોજી સલામી આપી હતી. આ તકે જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ એસ.જે. ભીંડી સહિતના અધિકારીઓ ઉપરાંત હોમગાર્ડઝ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.