Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરખંભાલીડા ગામે યુવાને ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોત

ખંભાલીડા ગામે યુવાને ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોત

જામનગર જિલ્લામાં ખંભાલીડા ગામે રહેતા અને મજુરી કામ કરતાં યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં સારવારમાં ખસેડાતા સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના ખંભાલીડા ગામે રહેતા અને મજુરીકામ કરતાં રણજીતભાઈ મેથુભાઈ ગણાવા (ઉ.વ.25) નામના યુવાને પોતાની ભાગમાં રાખેલ વાડી ખેતરમાં કપાસના પાકમાં રહેલ ઘાસમાં દવા છાંટતા કોઈ પણ અગમ્ય કારણોસર ઝેરી જંતુનાશક દવા પી જતાં જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે જાયડેક્ષ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજયાનું તબિબોએ જણાવ્યું હતું. આ અંગે મૃતકના પત્ની વર્ષાબેન રણજીતભાઈ ગણાવા દ્વારા પોલીસને જાણ કરતાં પંચ એ ડીવીઝનના હેકો. સી.જે.જાડેજા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular