જામનગરના વાલસૂરા નેવી મથક ખાતે નેવી વિકની ઉજવણી ભાગ રૂપે 04 ડિસેમ્બર ના રોજ નેવીડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બીટિંગ રીટ્રીટ અને સનસેટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘બીટિંગ રીટ્રીટ’ એ સદીઓ જૂની લશ્કરી પરંપરાને ઉજાગર કરે છે. જ્યારે સૈનિકોએ લડાઈ બંધ કરી, તેમના શસ્ત્રો ઢાળી યુદ્ધના મેદાનમાંથી પરત ફર્યા બાદ સૂર્યાસ્ત સમયે તેમના ટેન્ટ માં પરત આવતા હોય છે. ત્યારે બીટિંગ રીટ્રીટ તરીકે જવાની થાય છે.
જામનગરના વાલસુરા ખાતે આયોજીત નેવીડેની ઉજવણીમાં નેવલ બેન્ડ દ્વારા વિવિધ ધૂનો વગાડવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ કવાયત ,પીટી અને મશાલ દ્વારા આકર્ષક દાવપેચ પણ કરવામાં આવ્યા હતા. નેવલ બેન્ડ દ્વારા કર્નલ બોગી, વંદે માતરમ, જય ભારતી, સારે જહાં સે અચ્છા, સહિત અનેક ધૂનો રેલાવી હતી. અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા યુનિટના અધિકારી અને નાવિક તાલીમાર્થીઓ દ્વારા અદભૂત શારીરિક તાલીમના કરતબો દ્વારા પ્રેક્ષકોને જકડી રાખ્યા હતા. જામનગરના 70 થી વધુ મહાનુભાવો અને ભારતીય નૌકાદળ, ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેનાના 250 થી વધુ કર્મચારીઓ આ તકે ઉપસ્થિત રહ્યા હતા.