ઓમિક્રોનના જોખમને પગલે અમેરિકા, બ્રિટન સહિત વિશ્ર્વના ઘણા દેશોમાં કોરોના રસીનો બૂસ્ટર ડોઝ લાગુ કરવાની પ્રક્રિયાએ ગતિ પકડી છે. હવે ભારતમાં પણ કોરોનાના નવા પ્રકારોના જોખમને ધ્યાનમાં રાખીને 40 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને કોરોના રસીના બૂસ્ટર ડોઝની ભલામણ કરવામાં આવી છે. આ ભલામણ ભારતીય જઅછજ-ઈજ્ઞટ-2 જીનોમિક્સ સિક્વન્સિંગ ક્ધસોર્ટિયમ દ્વારા તેના સાપ્તાહિક બુલેટિનમાં કરવામાં આવી છે.
ઈંગજઅઈઘૠએ તેના બુલેટિનમાં જણાવ્યું છે કે, જે લોકોએ રસી લીધી નથી તેમને રસી આપવા અને 40 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ આપવા વિશે વિચાર કરી શકાય છે. સૌથી પહેલાં સૌથી વધુ જોખમ ધરાવતા લોકોને પ્રાથમિકતા આપવી જોઈએ. નોંધનીય છે કે, તાજેતરમાં લોકસભામાં કોરોના પર ચર્ચા દરમિયાન સાંસદોએ બૂસ્ટર ડોઝની માંગ કરી હતી. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ બૂસ્ટર ડોઝ તરીકે કોવિશિલ્ડને લગાવવા માટે ડ્રગ રેગ્યુલેટર પાસે મંજૂરી માંગી છે. કંપનીએ કહ્યું કે દેશમાં પર્યાપ્ત સંખ્યામાં રસીઓ ઉપલબ્ધ છે અને કોરોના વાયરસના નવા પ્રકારના ઉદભવ પછી બૂસ્ટર ડોઝની જરૂર છે. આ અંગે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને અરજી આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, કોરોનાનો વધુ ઝડપથી ફેલાતો ઘાતક ઓમિક્રોન વેરિયન્ટ વિશ્ર્વભરમાં પગપેસારો કરી રહ્યો છે.અત્યાર સુધી સુરક્ષિત રહેલું
ભારત પણ ગુરુવારે ઓમિક્રોનથી સંક્રમિત દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. કર્ણાટકમાં તેના બે કેસ મળી આવ્યા છે. બંને દર્દીઓની ઉંમર 66 અને 46 વર્ષની છે. બંનેને રસીના બંને ડોઝ મળી ગયા છે. બંનેમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે. આમાંથી એક વ્યક્તિ ભારતમાંથી દુબઈ પણ ગયો છે.