Monday, December 23, 2024
Homeરાજ્યભાણવડના હાથલામાં શનિદેવ મંદિરે ભક્તની ભીડ

ભાણવડના હાથલામાં શનિદેવ મંદિરે ભક્તની ભીડ

આજે શનિશ્વરી અમાસ : ભાવિકો શનિદેવની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવશે : શનિકુંડમાં સ્નાન કરી દર્શનનું મહત્વ

- Advertisement -

ભાણવડથી પોરબંદર તરફ જતાં અંદાજીત 22 કિ.મી. દૂર આવેલ હાથલા ગામે શનિદેવનું મંદિર આવેલ છે અને આજે શનિવારની સાથે અમાસ હોવાથી આ દિવસને શુભ માનવામાં આવે છે. જેથી વહેલી સવારે 4 વાગ્યાથી ભક્તો દર્શન કરવા લાઇનમાં ઉભી જાય છે.

- Advertisement -

આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી અહીં દર્શનાર્થે લોકો આવે છે. અહીં અનેક જાતના મહત્વો છે. જે લોકવાયકા મુજબ માનવામાં આવે છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી જ લોકો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે. અહીં આવનારા લોકોને તકલીફ ન પડે તે હેતુથી પાર્કિંગ વ્યવસ્થા સહીતનું આયોજન પૂજારી પરિવાર તેમજ સરપંચ વિનોદભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular