ફેસબુક મહિલાઓની સુરક્ષાને લઈને એક નવું જ ફીચર લાવી રહ્યું છે. જેમાં મહિલાની સહમતી વગર તેની વાંધાજનક તસ્વીરો વાયરલ થઇ શકશે નહી. મહિલાઓની સેફટી માટે ફેસબુકને StopNCII.org સાથે જોડ્યું છે. વિમેન સેફ્ટી હબ 11 ભાષામાં ઉપલબ્ધ બનશે, જેમાં હિન્દી ભાષા પણ હશે. મેટા પ્લેટફોર્મની નિર્દેશક કરુણા નૈને એક પ્રેસ કૉન્ફરન્સમાં આ વાતની જાણકારી આપી છે.
કેવી રીતે કામ કરે છે StopNCII.org ટૂલ
StopNCII.org એ એક પ્લેટફોર્મ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લેટફોર્મ પર સંમતિ વિના કોઈના ફોટા શેર અથવા વાયરલ થતા અટકાવવાનો છે. જેના દ્વારા મહિલાઓ તેમના પ્રોબ્લેમ વિષે ફરિયાદ કરી શકશે. અને ફરિયાદ બાદ આ પ્લેટફોર્મ યુનિક ID દ્વારા વિવાદિત પોસ્ટ પર કાર્યવાહી કરશે. ફેસબુકનું ઑટોમેટિક ટૂલ અપલોડ કરવામાં આવેલા તસવીરોનું સ્કેનિંગ કરે છે. એક ખાસ ડિજિટલ આઈડેન્ટિફાયર જનરેટ કરે છે. આ જ ડિજિટલ ડેટાને આધારે ટૂલ પોતાના પાર્ટનર પ્લેટફોર્મને પણ સ્કેન કરે છે. જ્યારે પણ આ ટૂલ તેના જેવી તસવીર જુઓ છે ત્યારે તેને હટાવી દે છે. જેનાથી અન્ય વ્યક્તિ તેને જોઈ ન શકે.
StopNCII.org તરફથી દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવ્યાના કિસ્સામાં આ ટૂલનો ફોટો હટાવી દેવાનો સકસેસ રેટ 90% છે. 2015થી અત્યાર સુધીમાં 2 લાખથી વધુ મહિલાઓની તસવીરો હટાવી દેવામાં આવી છે.
મેટાના જણાવ્યા અનુસાર ભારતમાં અત્યારે માત્ર 33% મહિલાઓ જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. અને 67% પુરુષો હાલ ફેસબુકનો ઉપયોગ કરે છે. મહિલાઓ સુરક્ષાને કારણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી ડરે છે.