જામનગર જિલ્લાના જોગવડ ગામમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતી યુવતીએ તેની માનસીક બિમારીથી કંટાળીને તેણીના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેનું મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકાના જોગવડ ગામમાં ઝુંપડપટ્ટીમાં રહેતાં અને મજૂરીકામ કરતાં ભીમાભાઇ મંજૂભાઇ સંગાણી નામના પ્રોઢની પુત્રી કિષ્નાબેન સંગાણી(ઉ.વ.18) નામની યુવતીને માનસિક બિમારી હોય અને આ બિમારીની સારવાર કરતાં સુધારો ન થવાથી જીંદગીથી કંટાળીને ગત તા.26ના રોજ સવારના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં તબિયત લથડતાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં તેણીનું મંગળવારે મધ્યરાત્રીના સમયે સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પિતા ભીમાભાઇ દ્વારા જાણ કરાતા હેકો.આઇ.ડી.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.