Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ભૂગર્ભ ગટરના કામો પૂર્ણ કરવા કમિશનરને રજૂઆત

જામનગરમાં ભૂગર્ભ ગટરના કામો પૂર્ણ કરવા કમિશનરને રજૂઆત

વોર્ડ નં.15 માં વહેલી તકે ભૂગર્ભ ગટરના કામ પૂર્ણ ન થાય તો કોર્પોરેટર દ્વારા આંદોલનની ચિમકી

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર માટે 700 કરોડનો ખર્ચ કર્યો હોવા છતાં અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરનું કામ હજુ પૂર્ણ થયું ન હોય, બાકી રહેલા વિસ્તારોનું કામ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની વોર્ડ નં.15 ના કોર્પોરેટર આનંદ રાઠોડ દ્વારા કમિશનરને પત્ર લખી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકામાં ભૂગર્ભ ગટરની યોજના 2001 માં કરવામાં આવેલી. જામનગર શહેરની અંદર અમુક વોર્ડમાં જેમ કે વોર્ડ નં.1 માં 50 ટકાનું કામ બાકી છે. વોર્ડ નં.6 માં 45 ટકા કામ બાકી છે. વોર્ડ નં.11 માં 45 ટકાનું કામ બાકી છે. વોર્ડ નં.12 માં 35 ટકાનું કામ બાકી વોર્ડ નં.15 માં 50 ટકાનું અને વોર્ડ નં.16 માં 40 ટકા જેવું બાક બાકી છે. બાકીના અનય વોર્ડનં.15 થી 30 ટકા જેવું કામ બાકી છે. જો આ બધા વોર્ડોમાં કોર્પોરેશન એ 700 કરોડ જેવી રકમ ભૂગર્ભના કામ માટે ખર્ચ કરીનાખેલ હોય તેમ છતાં જામનગર શહેરની અંદર 30 થી 35 ટકા કામ બાકી રહેતું હોય તો 700 કરોડ જેવી રકમ કઇ જગ્યાએ વપરાયેલી ગયેલી હોય તો નવાઇની વાત કહેવાય કે હજુ સુધી ખુલ્લી ગટર તથા સોશિયા ખાડાથી જામનગર શહેર હજુ સુધી મુકત નથી થયું. જ્યારે જામનગર શહેરની અંદર ઓપન ગટર હોવાના કારણે રોગચાળો મચ્છરોનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે અને ખાસ કરીને નાના બાળકો શેરી એ ગલ્લીએ રમતા હોય ત્યારે આ ખુલ્લી ગટરોના મચ્છર અને દુર્ગંધ થી બીમાર પડતા હોય છે તો નાના બાળકોની આરોગ્યનું ધ્યાને રાખીને તાત્કાલિક ભૂગર્ભ ગટરનું બાકી રહેતું કામ થવું જોઇએ. જામનગર મહાનગરપાલિકાનું 700 કરોડનું પણ બજેટ નથી હોતું. તો આવડી મોટી રકમ 700 કરોડ જેવી રકમની તપાસ થવી જોઇએ. કે કયાં કયાં વિસ્તારોમાં કેટલા કેટલા કામો થયેલ છે અને 700 કરોડ જેવી ખર્ચ થયેલી રકમ ચોપડે ચડી ગયેલા છે. પણ બાકી રહેલા વિસ્તારોનું કામ કયારે કરવામાં આવશે.

જ્યારે હાલે વોર્ડ નં.15 માં નીલકંઠ પાર્ક, ખોડિયાર પાર્ક, નવાનગર, મયુર ટાઉનશીપ, ગજાનંદ સોસાયટી, સેટેલાઈટ પાર્ક, સનેશ્ર્વર પાર્ક, મયુર બાગ, સજાનંદ પાર્ક, આ બધા નગરસીમ વિસ્તારો ડેલીગેશન સાથે રજૂઆત કરવા આવેલા અને સાચી અને સચોટ રજૂઆત નગરસીમ વિસ્તારોની થયેલ હતી. તેને ધ્યાનમાં લઇ 26 કરોડ જેવી રકમ પણ ફાળવવામાં આવેલી છે. તેનું કામ હજુ સુધી ચાલુ કરવામાં આવેલ નથી. કે તેને ટેન્ડર પ્રક્રિયા કે વર્ક ઓર્ડર પણ આપવામાં આવેલ નથી. જો રકમ ફાળવાઇ જતી હોય અને ટેન્ડર પણ મંજૂર થયેલ છે. તો કામની વિલંબ શા માટે ? જો આ કામની અમલવારી થોડા દિવસની અંદર નહીં કરવામાં આવે તો આ વિસ્તારોના રહેવાસીઓ સાથે રાખીને રેલી સ્વરૂપે ફરી આંદોલન અને આવેદનપત્ર પાઠવવામાં આવશે તેમ કોર્પોરેટર આનંદ રાઠોડએ કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular