કાલાવડ તાલુકાના બેરાજા ગામની સીમમાં નદી કાઠે ઈકો કારની લાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા એક મહિલા સહિત છ શખ્સોને રૂા.32,800 ની રોકડ રકમ અને મોબાઇલ તથા કાર સહિત રૂા.2,54,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરમાં કિશાન ચોક વિસ્તારમાંથી જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા બે શખ્સોને ઝડપી લીધા હતાં.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના બેરાજા ગામની સીમમાં નદી કાઠે આવેલી કનકસિંહ ચૌહાણની વાડી નજીક જીજે-10-ડીઈ-6693 નંબરની ઈકો કારની લાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પ્રો.પી.આઈ. પી.પી.ઝા તથા સ્ટાફે રેઈડ દરમિયાન બીપીન અરજણ ભાલોડિયા, વિશ્ર્વરાજસિંહ કનકસિંહ ચૌહાણ, સંજય બાબુ બુદ્ધ, યુસુફ આમદ ખેરાણી, સોમા વાઘા પરમાર અને એક મહિલા સહિત છ શખ્સોને રૂા.32,800 ની રોકડ રકમ અને રૂા.21,500 ની કિંમતના સાત નંગ મોબાઇલ તથા રૂા.2,00,000 ની કિંમતની કાર સહિત રૂા.2,54,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં કિશાન ચોક વિસ્તારમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા હુશેન ઉર્ફે હુસી જમાલ શેખ અને હનિફ ઈસાક ખફી નામના બે શખ્સોને રૂા.630 ની રોકડ રકમ અને વર્લીના સાહિત્ય સાથે પોલીસે ઝડપી લીધા હતાં.