ખંભાળિયા પંથકમાં વિવિધ ગુનાઓ સાથે સંકળાયેલા એક રીઢા ગુનેગારને ખંભાળિયા પોલીસે પાસાના કાગળો તૈયાર કરાવી, તેને જેલ હવાલે કરવા અંગેની કામગીરી કરી છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાં એક અગ્રણીના વેપારી પુત્રને ગત માસમાં કોઈ કારણવગર અટકાવી અને જાહેરમા છરી બતાવી, સોનાનો કિંમતી ચેન ઝુંટવીને બેફામ માર મારવામાં આવ્યો હતો. આ પ્રકરણ સંદર્ભે અત્રે રેલવે સ્ટેશન રોડ ઉપર એલઆઇસી ઓફિસની પાસે રહેતા અકબર ઉર્ફે હકો અલીભાઈ બ્લોચ (ઉ.વ.27 વર્ષ) ના શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાઈ હતી.
જેની પોલીસે ધરપકડ કરી, તાકીદની કાર્યવાહી કરી, જેલ હવાલે કર્યો હતો. આ શખ્સ અગાઉ પોલીસ પર હુમલા, હથિયાર, મારામારી, શરીર સંબંધી વિવિધ ગુનાઓ નોંધાયેલા હોય ઉપરોક્ત શખ્સ સામે પી.આઈ. જુડાલ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા અકબર ઉર્ફે હકો બ્લોચ સામે ’પાસા’ અનિવાર્ય જણાતાં આ અંગેની દરખાસ્ત તૈયાર કરવી અને જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જેને મંજુર કરવામાં આવતા આરોપી શખ્સની પાસા તળે અટકાયત કરી, અને વડોદરા ખાતે મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી પીઆઈ પી.એમ. જુડાલ સાથે એએસઆઈ દીપકભાઈ રાવલીયા, કોન્સ્ટેબલ ગોવિંદભાઈ કરમુર પ્રદિપસિંહ જાડેજા તથા યોગીરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.