Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરએનસીસીના એડીશનલ ડાયરેકટર જનરલ જામનગર એનસીસી ગ્રુપ હેડકવાર્ટરની મુલાકાતે

એનસીસીના એડીશનલ ડાયરેકટર જનરલ જામનગર એનસીસી ગ્રુપ હેડકવાર્ટરની મુલાકાતે

એનસીસી કેડેટ્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનરની સલામી અપાઇ

- Advertisement -

એનસીસી ગુજરાતનાં વડા એડીશનલ ડાયરેકટર જનરલ, મેજર જનરલ અરવિંદ કપૂર વહીવટી નિરીક્ષણાર્થે જામનગર ગ્રુપ હેડકવાર્ટરની મુલાકાતે આવ્યા હતા. અહીં, તેઓને કેડેટ્સ દ્વારા ભવ્ય ગાર્ડ ઓફ ઓનરની સલામી આપવામાં આવી હતી.

- Advertisement -

આ મુલાકાત અંતર્ગત તેમણે 27 ગુજરાત બટાલિયન તથા 8 ગુજરાત નેવલ યુનિટની કામગીરીનો પણ વિસ્તૃત અહેવાલ મેળવ્યો હતો.

- Advertisement -

સત્ય સાંઇ વિદ્યાલયમાં મેજર જનરલ અરવિંદ કપૂરે કેડે્ટસને સંબોધનમાં જણાવ્યું હતું કે, એનસીસી યોગદાન કાર્યક્રમ અંતર્ગતની વિવિધ પ્રવૃતિઓ કેડેટસને સમાજસેવા, સાહસ, વ્યકિતત્વ વિકાસ જેવા ગુણોને ખીલવવામાં મદદરૂપ બની રાષ્ટ્ર નિર્માણનો પાયો મજબૂત બનાવે છે.

કોરોનાકાળમાં જામનગર ગ્રુપ હેડકવાર્ટર્સનાં માર્ગદર્શન હેઠળ એનસીસી કેડેટસ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી બજાવવામાં આવી હતી. ‘એક મૈં સો કે લિયે’ કાર્યક્રમ અંતર્ગત વેટરન્સને થેંકસ ગીવીંગ, વૃધ્ધાશ્રમમાં વૃધ્ધોનાં ખબર-અંતર પૂછવા, બ્લડ ડોનેશન ડ્રાઇવ ઉ5રાંત, કારગિલ વિજય દિવસ નિમિતે કાર્ડ મેકીંગ સ્પર્ધામાં બહોળી સંખ્યામાં કાર્ડસ એનસીસી કેડે્ટસ દ્વારા બનાવીને સરહદ પર જવાનોને મોકલી આભાર પાઠવવામાં આવ્યો હતો.

- Advertisement -

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રમોદી પણ એનસીસી કામગીરીને વધુને વધુ અસરકારક બનાવવા તથા પ્રસારિત કરવા હાઇ લેવલ કમિટીનું નિર્માણ કરી સંશોધન કાર્ય કરી રહ્યા છે. આવનારા સમયમાં જનરલ ઇલેકટીવ કેડિટ કોર્સ તરીકે યુનિવર્સિટીઓમાં એનસીસી કોર્સ શરૂ થતા એનસીસી કેડ્ેટસ માટે કારકિર્દીની તકો વધુ ઉજ્જવળ બનશે.

આ કાર્યક્રમમાં ગ્રુપ કમાંડર કર્નલ કે એસ માથુર, એડમીન ઓફિસર કર્નલ ડી આર ખંભાતા, ટ્રેઇનીંગ ઓફિસર કર્નલ એ.એસ.રાના, 27 ગુજરાત એનસીસી બટાલિયનનાં કમાંડીંગ ઓફિસર કર્નલ મનોજકુમાર બક્ષી, એડમીન ઓફિસર મનીષ મલ્હોત્રા તેમજ 8 ગુજરાત એનસીસી નેવલ યુનિટનાં કમાંડીંગ ઓફિસર લેફટનન્ટ કમાંડર ઇશાન ચતુર્વેદી સહિત પીઆઇ સ્ટાફ તથા શાળા કોલેજમાં અએનઓ વિશેષ ઉપસ્થિતી રહી રહી. સત્ય સાંઇ વિદ્યાલયમાં મેનેજમેન્ટ સાથે વાર્તાલાપ યોજાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular