બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત તેની આગમી ફિલ્મ “મેરે પાસ મા હે” ના શુટિંગ માટે ગઈકાલે પાવાગઢ પહોચી છે. ત્રણ દિવસ સુધી માધુરી દીક્ષિત પાવાગઢમાં શુટિંગ કરશે. પોતાની ફેવરીટ હિરોઈન માધુરીને જોવા માટે તેના ચાહકોની ભીડ ઉમટી પડી હતી. તો બીજી બાજુ શુટિંગ કરવાનું હોવાથી પાવાગઢ ખાતે માંચીથી રોપ વે સુધીનો રસ્તો બંધ કરી દેવાતા હજારો શ્રદ્ધાળુઓ અટવાયા હતા અને પાવાગઢ ડુંગર ખાતે અવ્યવસ્થા ઉભી થઈ હતી.
#gujarat #pavagadh #MadhuriDixit @MadhuriDixit #video
બોલિવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત ગઈકાલે પાવાગઢમાં 'મેરે પાસ મા હૈ' ફિલ્મના શુટિંગ માટે પહોચી હતી
24 નવેમ્બર સુધી માધુરી પંચમહાલમાં રહેશે આ દરમિયાન તેણી પાવાગઢમાં ભદ્ર ગેટ, સાત કમાન, જમા મસ્જીદ જેવી જગ્યાઓ પર શુટિંગ કરશે. pic.twitter.com/BtGvb1Kyca
— Khabar Gujarat (@khabargujarat) November 23, 2021
માધુરી દીક્ષિતે રોપ વેમાં બેસીને શૂટિંગ કર્યું હતું. જેને લઈને રોપ-વે સેવાને પણ અસર થઈ હતી. આ પહેલાં બોલિવૂડ અભિનેત્રીએ અમદાવાદના વાસણા વિસ્તારમાં પણ શૂટિંગ કર્યું હતું