જામનગર કોંગ્રેસના પ્રવકતા ભરતભાઇ વાળાને રાહુલ ગાંધીએ પર્સનલી અભિનંદન આપ્યા છે. જામનગર(ઉતર) વિધાનસભામાં કૃષિ કાનૂનોના વિરોધમાં ખેડૂતોને જાગૃત કરવા બદલ. આ અભિનંદન સાથે રાહુલ ગાંધીએ એ વીડિયો લીંક પણ મોકલી છે, જેમાં રાહુલ ગાંધીએ આ કૃષિકાયદાઓ વિરૂધ્ધ કેવી રીતે લડત આપેલી? તેની વિગતો છે. જનવિરોધી મુદ્દાઓ અંગે સતત લડતાં રહેવાની રાહુલ ગાંધીએ સલાહ પણ આપી છે.