Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsશેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્...!!!

શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

ગત સપ્તાહે વૈશ્વિક સ્તરે અમેરિકામાં ફુગાવો વધીને ૩૦ વર્ષની ઉંચી સપાટીએ પહોંચી જવા સાથે વિશ્વભરમાં મોંઘવારીમાં વધારો થતા વિદેશી રોકાણકારો દ્વારા દ્વારા વેચવાલી જારી રહેતા ભારતીય શેરબજાર પર સતત દબાણ રહ્યું હતું. બીજી તરફ નીચા મથાળે સ્થાનિક સંસ્થાઓ તેમજ ઓપરેટરોની નવી લેવાલી ચાલુ રહેતા બજારમાં વોલેટીલીટીભર્યો માહોલ જોવા મળ્યો હતો. વિવિધ દેશોમાં કોરોના સંક્રમણની નવી લહેરના કારણે ચિંતા વધતાં અને એના પરિણામે વૈશ્વિક આર્થિક રિકવરી માટે જોખમ ઝળુંબી રહ્યાના નિર્દેશોએ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ સાવચેતી સાથે ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ ઈન્ડેક્સ બેઝડ તેજીનો વેપાર હળવો કરતાં નરમાઈ જોવાઈ હતી.

વૈશ્વિક મોરચે યુરોપના દેશો યુ.કે. સાથે રશિયા સહિતમાં કોરોના કેસો ફરી વધતાં અને ચાઈનામાં પણ કોરોનાના ફરી ઉપદ્રવના અહેવાલોએ ચિંતા સાથે વૈશ્વિક આર્થિક ચિંતા વધતાં અને સ્થાનિક સ્તરે ફુગાવો – મોંઘવારીમાં સતત વધારા સાથે આગામી દિવસોમાં ઔદ્યોગિક, આર્થિક વિકાસ રૂંધાવાની ચિંતા અને વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતીય શેરબજારોમાં રોકાણ ઓવરવેલ્યુ – મોંઘું હોવાનું જણાવ્યા સાથે નોમુરા અને યુવીએસ દ્વારા ભારતીય ઇક્વિટીને ઊંચા વેલ્યુએશનના કારણે ડાઉનગ્રેડ કર્યાના અહેવાલો પાછળ વિદેશી રોકાણકારોના માનસ પર પ્રતિકૂળ અસર થતા સાવચેતીમાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

વ્યાજ દરના અનેક દાયકાના નીચા સ્તર, ફુગાવામાં ઘટાડા તથા કરન્ટ એકાઉન્ટ મોરચે સારી સ્થિતિ સાથે દેશનું અર્થતંત્ર કોરોનાને કારણે ગુમાવેલા સ્તરને પ્રસ્થાપિત કરવા સજ્જ છે અને વિશ્વમાં ઝડપથી વિકસી રહેલા દેશોમાં ફરીથી સ્થાન મેળવી લીધું છે. દેશના અર્થતંત્રમાં એકંદર માગ વધી રહી છે અને મજબૂત આર્થિક રિકવરી માટે એકંદર નાણાંકીય તથા ધિરાણ સ્થિતિ સાનુકૂળ છે. સરકાર દ્વારા ખર્ચની કવોલિટી વર્તમાન નાણાં વર્ષના પાછલા ૬ મહિનામાં સુધરી રહી હોવાનું પણ જોવા મળી રહ્યું છે.

- Advertisement -

પરંપરાગત માપદંડોને આધારે જોવા જઈએ તો ભારતીય ઈક્વિટીઝના મૂલ્યાંકનો હાલમાં વધુ પડતાં ઊંચા છે. આવક સામે ભાવનું પ્રમાણ તથા બેન્ચમાર્ક બોન્ડસ સાથે ઉપજમાં તફાવત જેવા માપદંડોના આધારે ઈક્વિટીઝના મૂલ્યાંકનો ઊંચા છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા એક રિપોર્ટમાં પુનરોચ્ચાર કરાયો હતો. આ અગાઉ પણ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આવો મત વ્યકત કર્યો હતો. ભારતનું અર્થતંત્ર વૈશ્વિક સ્થિતિમાંથી બહાર આવી ગયું છે, ત્યારે વિશ્વના અનેક દેશો પૂરવઠા ખલેલ, ઊંચા ફુગાવા તથા કોરોનાના નવા કેસોનો સામનો કરી રહ્યા છે.

વૈશ્વિક રેટિંગ એજન્સી ગોલ્ડમેન સાશે પણ ભારતીય શેરબજારને ડાઉનગ્રેડ કર્યુ છે. ગોલ્ડમેન સાશે ભારતીય ઇક્વિટી માર્કેટ્સનું રેટિંગ એક સ્થાન ઘટાડીને ‘માર્કેટ વેટ’ કરી દીધુ છે અને આ ડાઉનગ્રેડિંગ માટે શેરબજારમાં ચાલુ વર્ષે આવેલી ઐતિહાસિક તેજીને જવાબદાર ગણાવી છે. એમએસસીઆઇ ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સમાં ૦.૭૬%ના ઘટાડાની તુલનાએ, ભારતીય શેરમાં સરળ ધિરાણનીતિ, ઝડપી રસીકરણ અને અર્થવ્યવસ્થા ફરીથી ખુલવાથી વર્ષ ૨૦૨૧માં અંદાજીત ૨૮%ની તેજી આવી છે. નોંધનિય છે કે, ભારતીય શેરબજારની વેલ્યૂએશનમાં અતિશય વધારાને ધ્યાનમાં રાખી અન્ય ઘણી બ્રોકરેજ ફર્મ જેવા કે મોર્ગન સ્ટેન્લી, નોમુરા અને યુબીએસને પણ ભારતીય શેરબજાર પ્રત્યે પોતાનું રેટિંગ ડાઉનગ્રેડ કરવાની ફરજ પડી છે.

ભારતીય શેરબજારને ક્રૂડ ઓઇલની ઉંચી કિંમતો અને અમેરિકામાં ધિરાણનીતિ કડક થવી જેવા અન્ય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ગોલ્ડમેન સાશેના મતે ભારતીય બજાર આગામી ૩ થી ૬ મહિનામાં કોન્સોલિડેટેડ રહી શકે છે અને મહદંશે નબળું પ્રદર્શન કરી શકે છે.

બજારની ભાવી દિશા…. મિત્રો, સમગ્ર વિશ્વ સામે હવે નવું જોખમ ઝળુંબી રહ્યું છે – મોંઘવારી. વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર અમેરિકામાં ફુગાવાનો દર ૩૧ વર્ષની ઉંચી સપાટીએ છે. વિશ્વના ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર જાપાનમાં ફુગાવો ચાર દાયકામાં સૌથી વધુ છે. વિશ્વની ફેક્ટરી ગણાતા અને દુનિયાના સૌથી બીજા મોટા અર્થતંત્ર ચીનની હાલત પણ સારી નથી. કોરોનાના કપરા કાળમાંથી અર્થતંત્ર બહાર નીકળી રહ્યા હતા ત્યારે જે રીતે ચીજોની ખરીદી નીકળી અને તેના કારણે કાચા માલની અછત ઉભી થઇ એટલે મોંઘવારી વધી રહી છે અને આ તબક્કો કામચલાઉ છે એવી ધારણા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ફેડરલ રિઝર્વ ઓફ અમેરિકા કે બેંક ઓફ જાપાન વ્યક્ત કરી રહ્યા હતા.

ફુગાવો કામચલાઉ હશે એટલે વ્યાજનો દર વધારવો પડશે નહી એવી ધારણાએ સમગ્ર વિશ્વના શેરબજાર સતત વધી રહ્યા હતા. ચલણ બજારમાં ડોલર નરમ હતો અને અન્ય ચલણ મજબુત થઇ રહ્યા હતા. હવે ફેડરલ રિઝર્વ ઉપર વ્યાજ દર વધારવા દબાણ છે. ક્રુડ ઓઈલના ભાવ કે જે વિશ્વની ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે જે સાત વર્ષની ઉંચી સપાટીએ છે. અમેરિકન ફેડરલ રિઝર્વ અને ભારતની રિઝર્વ બેંક અત્યારે વ્યાજ દરમાં વધારો કરવાના મુડમાં નથી પણ વર્ષ ૨૦૨૨માં ચોક્કસ વૃદ્ધિ કરવી પડશે. એવી અનેક સમસ્યા વચ્ચે મોંઘવારી માથું ઊંચકી રહી છે ત્યારે વૈશ્વિક મોરચે મોંઘવારી-ફુગાવાની પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક બજારોમાં અનિશ્ચિતતા સાથે ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. આ સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ તેમજ રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

INVESTMENT POINT WEEKLY - 22.11.2021 TO 26.11.2021 003

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૭૭૦ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૮૮૮ પોઇન્ટના પ્રથમ અને ૧૮૦૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૭૭૦૭ પોઇન્ટથી ૧૭૬૭૬ પોઇન્ટ, ૧૭૬૦૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૮૦૦૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

INVESTMENT POINT WEEKLY - 22.11.2021 TO 26.11.2021 004

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૮૦૫૦ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૬૭૬ પોઇન્ટના પ્રથમ અને ૩૭૩૦૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૮૨૦૨ પોઇન્ટથી ૩૮૩૭૩ પોઇન્ટ, ૩૮૬૦૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૬૦૬  પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) મહિન્દ્રા & મહિન્દ્રા ( ૯૨૬ ) :- કાર & યુટીલીટી વિહિકલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૮૮૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૯૪૪ થી રૂ.૯૫૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૯૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) અદાણી પોર્ટ ( ૭૨૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૦૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૬૯૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૭૩૩ થી રૂ.૭૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) ભારતી એરટેલ ( ૭૧૫ ) :- રૂ.૭૦૭ નો પ્રથમ તેમજ રૂ.૬૯૬ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૭૩૩ થી રૂ.૭૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) વિપ્રો લિમિટેડ ( ૬૫૨ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૬૭ થી રૂ.૬૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૬૨૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) ટાટા મોટર્સ ( ૫૦૭ ) :- રૂ.૪૮૪ નો પ્રથમ તેમજ રૂ.૪૭૦ ના સ્ટોગ સપોર્ટથી કમર્સિયલ વિહિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૫૨૩ થી રૂ.૫૩૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) ગ્લેનમાર્ક ફાર્મા ( ૪૮૬ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૪૭૦ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૫૦૫ થી રૂ.૫૧૭ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ભારત પેટ્રોલિયમ ( ૪૦૮ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૩૯૦ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૪૨૪ થી રૂ.૪૩૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) બાયોકોન લિમિટેડ ( ૩૬૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બાયોટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૩૦ આસપાસ રોકાણકારે રૂ.૩૭૭ થી રૂ.૩૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૩૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) એસીસી લિમિટેડ ( ૨૪૩૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૨૪૦૪ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૪૬૦ થી રૂ.૨૪૮૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ઇન્ડસઇન્ડ બેન્ક ( ૧૦૦૯ ) :- આ સ્ટોક રૂ.૯૮૦ નો પ્રથમ તેમજ રૂ.૯૬૦ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૨૭ થી રૂ.૧૦૪૫ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) ભારતી એરટેલ ( ૭૧૫ ) :- ૧૮૮૬ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૬૯૬ નો પ્રથમ તેમજ રૂ.૬૮૬ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેલિકોમ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૭૩૩ થી રૂ.૭૪૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) લાર્સન & ટુબ્રો ( ૧૯૦૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૩૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૯૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૮૮૮ થી રૂ.૧૮૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૫૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ટાટા સ્ટીલ ( ૧૧૯૦ ) :- રૂ.૧૨૨૨ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૨૪૪ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) સિપ્લા લિમિટેડ ( ૮૯૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૦૯ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૯૧૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૮૭૭ થી રૂ.૮૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૩૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) 3આઈ ઈન્ફોટેક ( ૮૬ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૩ થી રૂ. ૧૦૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) મોલ્ડ-ટેક ટેક્નોલોજી ( ૮૧ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે બીપીઓ/કેપીઓ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૬ થી રૂ.૯૫ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) ઓરિયન્ટ પ્રેસ ( ૭૧ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૪ નો પ્રથમ તેમજ રૂ.૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! કન્ટેનર & પેકેજિંગ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૭ થી રૂ.૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) સેયા ઈન્ડસ્ટ્રીઝ ( ૫૮ ) :- રૂ.૫૩ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૩ થી રૂ.૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૭૬૦૬ થી ૧૮૦૦૮ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular