જામનગર તાલુકાના સચાણા ગામમાં પથ્થરમારાનો ખાર રાખી મહિલા સહિત ચાર શખ્સોએ યુવાનને અપશબ્દો કહી લાકડાંના ધોકા વડે માર માર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતાં અને માછીમારી કરતાં રહીમ સુમારિયા નામના યુવાન ઉપર રિયાઝ અલી કમોરા, અલ્લારખા કમોરા, આમદ કમોરા અને ફરીદાબેન કમોરા નામના ચાર શખ્સોએ તમે અમારા મકાન ઉપર પથ્થરોના ઘા કરતાં હોવાનો ખાર રાખી ચાર શખ્સોએ અપશબ્દો બોલી ઢિકા પાટુંનો માર મારી લાકડાંના ધોકો ફટકાર્યો હતો. આ બનાવમાં રહીમ સુમારિયાના નિવેદનના આધારે હેકો. બી.એન.ચોટલીયા તથા સ્ટાફે મહિલા સહિતન ચાર શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.