બોલીવુડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા 46 વર્ષની ઉંમરે જુડવા બાળકોની માતા બની છે. પ્રીતીના બે બાળકો પૈકી એક પુત્ર છે જયારે એક દીકરી છે. પ્રીતિ ઝિન્ટાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર હસબન્ડ સાથે પોતાની તસવીરની સાથે એક સ્પેશ્યલ નૉટ શેર કરીને આ ગુડ ન્યૂઝ આપ્યા છે. પૉસ્ટમાં પ્રીતિ ઝિન્ટાએ પોતાના બે બાળકોના નામ પણ ફેન્સને બતાવ્યા છે.
બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની બબલી એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાએ જુડવા બાળકોને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતાં પ્રીતિએ લખ્યું કે હુ આજે તમારા બધાની સાથે અમારા અમેઝિંગ ન્યૂઝ શેર કરવા માંગુ છુ, હું અને જીન બહુજ વધારે ખુશ છીએ. અમારા દિલોમાં એટલો વધુ ગ્રેટિટ્યૂડ અને પ્રેમ ભરાઇ ગયો છે, કેમ કે અમારા ઘરે બે જુડવા બાળકો Jai Zinta Goodenough અને Gia Zinta Goodenoughએ જન્મ લીધો છે. પ્રીતિએ પોતાના બાળકોના નામ તો જણાવી દીધા પરંતુ હજુ સુધી તેની ઝલક બતાવી નથી જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે.