Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરવાલસુરામાં મર્જ કરેલ ઇલેકટ્રીક આર્ટીફીશર ટ્રેનીગ યોજાઈ

વાલસુરામાં મર્જ કરેલ ઇલેકટ્રીક આર્ટીફીશર ટ્રેનીગ યોજાઈ

તાલીમ પૂર્ણ કરનાર 172 તાલીમાર્થીઓને પાસીંગ આઉટ પરેડ સંપન્ન

- Advertisement -

ભારતીય નૌકાદળની અગ્રણી વિદ્યુત પ્રશિક્ષણ સંસ્થા આઈએનએસ વાલસુરાના પોર્ટલમાંથી મર્જ ઈલેકટ્રીક આરટીફિશલ ટે્રનીંગ યોજાઈ હતી. આ ટે્રનિંગમાં પાસ થયેલ 172 તાલીમાર્થીઓની પાસીંગ આઉટ પરેડ તા.14 ના રોજ યોજાઈ હતી. આ તાલીમ 106 અઠવાડિયાથી વધુ સમય સુધી યોજાઈ હતી. જે દરમિયાન તાલીમાર્થીઓને ટેકનોલોજી વિષયોના વ્યાપક સ્પ્રેકટમ અને અતિ આધુનિક સાધનો જેવા કે રડાર, સરફેસ અને સબ સરફેસ વેપન્સ, ઇલેકટ્રોનિકસ વોરફેર અને ક્ધટ્રોલ સીસ્ટમ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતાં. રિયર એડમીરર સુબીર મુખરજી, એન.એમ. એડમિરલ સુપ્રિટેન્ડેન્ટ યાર્ડ (કોચી) એ આ પાસીંગ આઉટ સમીક્ષા કરી હતી તેમજ તાલીમાર્થીઓને સફળતા પુર્વક તાલીમ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં તેમજ જણાવ્યું હતું કે, ભારતીય નૌકાદળના લડાયક પ્લેટફોર્મ ઉપર શ્રેષ્ઠ જાળવણી સુનિશ્ર્ચિત કરવા માટે નવીનતમ તકનીકી વિકાસ સાથે ગતિ જાળવી રાખવા શિખવાનું ચાલુ રાખવું જોઇએ. આ પાસીંગ આઉટ પરેડ દરમિયાન એડમિરલે બેસ્ટ ઓલ રાઉન્ડ સેઈલર માટે એડમીરલ રામનાથ ટ્રોફી પરવીન ઈએ ને તથા બેસ્ટ સ્પોર્ટમેન ટ્રોફી લોકેશ ઈએને એનાયત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular