Saturday, December 21, 2024
Homeરાજ્યઓખામાં વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

ઓખામાં વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

ભાણવડમાંથી શંકાસ્પદ હાલતમાં ભિક્ષુક ઝડપાયો

- Advertisement -

ઓખા પોલીસ દ્વારા ગઈકાલના રોજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તે દરમિયાન ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં રહેતા હસમુખ ઉર્ફે કાળો મહેન્દ્રભાઈ જાખરીયા નામના શખ્સના કબ્જામાંથી પોલીસે રૂ.1500ની કિંમતનો ત્રણ બોટલ વિદેશી દારુ ઝડપી લઇ શખ્સની અટકાયત કરી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ભાણવડના જકાનાકા પાસે પોલીસ ગઈકાલના રોજ રાત્રીના સમયે ચેકિંગમાં હતી તે દરમિયાન સવા બાર વાગ્યાના સમય આસપાસ મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના ભોજપર ગામે રહેતા અને ભિક્ષાવૃતિ કરતાં જેકીનાથ ભેરૂનાથ પઢિયાર નામના શખ્સને અંધારામાં લપાતા છુપાતા શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ પોલીએ કલમ 122(સી) મુજબ ગુન્હો નોંધ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular