ખંભાળિયા નગરપાલીકામાં વર્ગ- ચારના કર્મચારીઓ માટે ઐતિહાસિક નિર્ણય લેવાતા ભારતીય જનતા પાર્ટીના હોદેદારો પ્રમુખ તેમજ ભાજપના તમામ સદસ્યો અને ચીફ ઓફિસરનું સન્માન કરવામાં આવ્યું હતું. ખંભાળિયા નગરપાલીકા દ્વારા પાલીકામાં ફરજ બજાવતા વર્ગ- ચારના સફાઇ કામદારો માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં તાજેતરની સામાન્યસભામાં વિકાસ કાર્યોના ઠરાવો સાથે સફાઇ કર્મચારીઓના હિત માટે બોનસ અને ફેસ્ટિવલ લાભનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. હવેથી સરકારના પરીપત્રની રાહ જોયા વગર આ કર્મચારીઓને ત્વરિત જ લાભ મળશે.
આ નિણર્યને આવકારી, સફાઈ કામદાર સેલ અને વાલ્મીકિ સમાજ દ્વારા નગર પાલીકા પ્રમુખ પ્રતિનિધિ જીજ્ઞેશભાઈ પરમાર, ચીફ ઓફિસર એ.એચ. સિન્હા અને દંડક નાથુભાઈ વાનરીયાનુ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે નગરપાલીકા સદસ્યો ઇમ્તિયાઝખાન લોદિન, કિશોરભાઈ નકુમ, હરેશભાઈ ભટ્ટ વિગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ નિણર્ય બદલ સફાઈ કામદાર સેલ ભાજપના જિલ્લા કન્વીનર રમેશ ગુણવંતભાઈ વાઘેલા, વાલ્મીકિ સમાજના પ્રમુખ મનોજ વાઘેલા, ઉપ પ્રમુખ કિશોર માંડવીયા, રાજેશ બારીયા, ચંદુભાઈ વિગેરેએ ભાજપના તમામ સદસ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો માન્યો હતો.