Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં પાંચ પીધેલા વાહનચાલકો ઝડપાયા

દ્વારકા જિલ્લામાં પાંચ પીધેલા વાહનચાલકો ઝડપાયા

- Advertisement -

ભાણવડ નજીકના રવિરાજ ત્રણ રસ્તા પાસેથી પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 50 હજારની કિંમતની સ્વિફ્ટ મોટરકારમાં નીકળેલા પોરબંદર તાલુકાના વાછોડા ગામની સીમ ખાતે રહેતા મેણંદ ઉર્ફે ભરત રામભાઈ ઓડેદરા નામના 39 વર્ષના યુવાનને ઝડપી લઈ, તેની સામે એમ.વી. એક્ટની કલમ 185 મુજબ ગુનો નોંધ્યો છે.

- Advertisement -

ભાણવડ તાલુકાના કપૂરડી ચેકપોસ્ટ પાસેથી પોલીસે રાત્રિના ત્રણ વાગ્યે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા બે લાખની કિંમતની ઇકો મોટરકાર નંબર જી.જે. 10 ડી.એ. 6089 લઇને નીકળેલા જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રહીશ મુકેશ મેઘજીભાઈ વાલ્મિકી (ઉ.વ. 40) ને ઝડપી લીધો હતો.

મીઠાપુરમાં આવેલી સુરજકરાડી પોલીસ ચોકીની સામેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 10 હજારની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર નિકળેલા રવિભા ગગાભા કેર નામના 28 વર્ષના યુવાનને તથા આરંભડા સીમ વિસ્તારમાંથી સુરજકરાડીના રહીશ દેવા ઘેલાભાઈ સાદીયા નામના 33 વર્ષના શખ્સને રૂપિયા વીસ હજારની કિંમતના એક્સેસ સ્કૂટર પર કેફી પીણું હાલતમાં નીકળતાં મીઠાપુર પોલીસે ઝડપી લઇ, જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -

દ્વારકા પોલીસે વરવાળા ગામના સરકારી દવાખાના સામેથી રૂપિયા વીસ હજારની કિંમતનું જી.જે.10 બી.એમ. 6558 નંબરનું મોટરસાયકલ લઈને કેફી પીણું પીધેલી હાલતમાં નીકળેલા મીઠાપુરના ઉદ્યોગનગર ખાતે રહેતા દેવુભા ભીખાભા સુમણીયા નામના 31 વર્ષના યુવાનને ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular