જામનગર શહેરમાં આવેલ અંધાશ્રમ ફાટક પાસે ગઈકાલના રોજ ટ્રેનની ઠોકરે આવી જતા એક અજાણ્યા યુવકનું મૃત્યુ નીપજ્યું છે. સાંઢીયાપુલ પાસે આવેલ લાખાબાવડથી જામનગર જતા રેલ્વે ટ્રેક ઉપર ગઈકાલના રોજ બપોરના સમયે એક અજાણ્યો પુરુષ જેની ઉંમર આશરે 35-40 વર્ષનું અકસ્માતે ટ્રેનના એન્જીન સાથે અથડાતા મૃત્યુ નીપજ્યું છે. જેની ઓળખ હજુ સુધી થઇ નથી. યુવકના જમણાહાથની કલાઈ ઉપર ગુજરાતીમાં નાગરાજ તથા જમણા હાથના પોચા ઉપર અંગ્રેજીમાં બી ત્રોફાવેલ છે. જેની ઓળખ મેળવવા સીટી સી ડીવીઝન પોલીસે આગળની દિશામાં તપાસ હાથ ધરી છે.