જામનગર શહેરમાં દિવાળીની રાત્રીએ પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન ખોડીયારકોલોની વિસ્તારમાંથી દારૂની મહેફિલ માણી રહેલા બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. અન્ય દરોડો જેમાં પોલીસે જામજોધપુર માંથી દારૂની બોટલ સાથે એક શખ્સની 5500ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ફરારી બે શખ્સોની તપાસ હાથ ધરી હતી.
ખોડીયાર કોલોની વિસ્તારમાં દિવાળીની રાત્રીએ જયરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા અને મેહુલસિંહ ગીરીરાજસિંહ જાડેજા નામના બે શખ્સો જાહેરમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા તે દરમિયાન પોલીસ ત્રાટકી હતી અને બન્નેની અટકાયત કરી વ્હીસ્કીના ખાલી ચપલા નંગ-2, સોડા તથા વેફરનું પેકેટ જપ્ત કરી બન્ને વિરુધ સીટી સી ડીવીઝન પોલીસ દફતરમાં ગુન્હો નોંધ્યો હતો.
જામજોધપુર પોલીસ બે દિવસ પૂર્વે ચેકિંગમાં હતી તે દમિયાનઉમિયાનગરમાં રહેતા લખુભાઈ કરશનભાઈ ગાગલીયા નામના શખ્સના કબ્જામાંથી દારૂની એક બોટલ તથા રૂ.5000ની કીંમતનો મોબાઈલ મળી રૂ.5500ના મુદ્દામાલ સાથે અટકાયતકરી પૂછપરછ દરમિયાન બાવનભાઈ રૈયાભાઈ છેલાણા તથા કિશાભાઈ અરજણભાઈ હુણનામના ફરારી શખ્સોની તપાસ હાથ ધરી ગુન્હો નોંધ્યો હતો.