જામનગરના પટેલ કારખાને દાર ચતુરભાઈ ભાડેજા પોતાનું કારખાનું જામનગર જી.આઈ.ડી.સી. ખાતે ઈલોરા બ્રાસ નામનું ધરાવે છે ગત તા.23/10/2021ના રોજ સમયે આરોપીએ તેમના કારખાનામાં અગાઉ કામ કરતી સ્ત્રીને ફોન કરી અને જણાવેલ કે, કારખાનું સાફ કરવાનું છે, મારે કોઈ છોકરી મોકલ જેથી તે સ્ત્રીએ ભોગ બનનારને સાફ સફાઈ માટે મોકલેલ હતી, અને આ દરમ્યાન તે ભોગ બનનાર સ્ત્રી ઓફીસ સાફ સફાઈ કરતી હતી તે દરમ્યાન આરોપી પાછળથી આવી અને ભોગ બનનારને બાથમાં લઈ લીધેલ અને તેમને મારી નાખવાની ધમકીઓ આપી અને તેમના સાથે બળાત્કાર કરેલ, આ બળાત્કાર બાદ ભોગ બનનાર કે, જેઓ તેમના સંબંધી સાથે વસવાટ કરતા હોય, તેમને આ બાબતની જાણ કરતા, ભોગ બનનારને હોસ્પિટલ ખાતે ચેકઅપ કરવા માટે લઈ ગયેલ અને ત્યારબાદ પોલીસ સ્ટેશને પોલીસ ફરીયાદ કરવા માટે લઈ ગયેલી હતી અને આરોપીને પોલીસે અટક કરી હતી.
આ બાબતની જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તેમને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરવા અને ફરીયાદ રોકાવા અને તેમને ધમકીઓ આપેલ હોવાની ફરીયાદ દાખલ કરેલ અને આરોપીને અટક કરી અને જેલ હવાલે કરવામાં આવેલ આમ, આરોપી જેલ હવાલે થતાં આરોપી ધ્વારા જામીન મુક્ત થવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી.
તમામ હકિક્ત રજુઆતો દલીલો ધ્યાને લઈ અને આરોપી ચતુરભાઈ ભાડેજાને નામ઼ અદાલતે જામીન મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા ત્થા આસીસટન્ટ નિતેશ મુછડીયા રોકાયેલા હતા.