જામનગર જિલ્લા પોલીસવડા દ્વારા 41 પોલીસકર્મચારીઓને દિવાળી પૂર્વે બઢતી આપવાનો આદેશ કર્યો છે. જેમાં 13અનાર્મ હેડ કોન્સ.ને એએસઆઇ તરીકે અને 22 અનાર્મ પોલીસ કોન્સ.ને અનાર્મ હેડ કોન્સ. તરીકે અને 4 આર્મ હેડ કોન્સ.ને આર્મ એએસઆઇ તરીકે તથા બે આર્મ પોલીસ કોન્સ.ને આર્મ હેડ કોન્સ.ને તરીકે બઢતી આપવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ જામનગર અને જામનગર શહેર અને જિલ્લામાં ફરજ બજાવતાં 41 પોલીસ કર્મચાારીઓને દિવાળી પૂર્વે બઢતી આપવાના આદેશ જીલ્લા પોલીસ વડા દિપન ભદ્રન દ્વારા કરાયો છે. આ બઢતીના આદેશમાં જામનગર જિલ્લામાં ફરજ બજાવતાં જે.કે.બરંડાને એસીબી, એસ.જી.ઇસરાનીને મહિલા પોલીસ સ્ટેશન, જીે.કે.ચૌહાણને સિકકા, આર.એસ.કનોજીયાને મેઘપર, બી.એન.ગોસ્વામીને સીટી-સી, ફિરોઝ દલને એલસીબી, પ્રદિપ આશાને એસઓજી, એન.પી.ગોરાણીયાને સીટી-બી, એન.સી.પંડયાને લાલપુર, પી.એ.ખાણધરને પંચ-બી, આર.એચ.વાધેલાને એસપી કચેરી, પી.બી.મનાતને ટ્રાફિક શાખા, એન.એચ.વાધેલાને એસ.સી.એસ.ટી.એલમાં એએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી છે.
તેમજ અનાર્મ પોલીસ કોન્સ. તરીકે ફરજ બજાવતા વી.પી.જાડેજા-કાલાવડ, આર.એમ.જાડેજા સીટી-બી, કે.કે.ઝાંટીયા-જોડિયા, એચ.બી.સોઢીયા સીટી-એ, એમ.એમ.ગોગરા સીટી-એ, જે.ડી.મેઘનાર્થી-સિકકા, પી.એન.સોઢા-કાલાવડ, એચ.યુ.જાડેજા-સિકકા, ડી.એમ.જાડેજા-જિલ્લા એલ.આઇ.બી, વી.જે.જાદવ સીટી-એ, પી.ટી.જાડેજા સીટી-એ, આર.ડી.ગાંભવા સીટી-એ, જે.બી.રાઠોડ-રિડર, કે.પી.સોઢા-જામજોધપુર, એસ.આર.જાડેજા-કલાવાડ ટાઉન, આર.એ.કુબાવત સીટી-બી, એચ.જી.જાડેજા-હેડકવાર્ટર, એન.કે.છૈયા-કાલાવડ ગ્રામ્ય, બી.એમ.કંચવા-મેઘપર, બી.બી.જાડેજા-મેઘપર, આર.કે.મકવાણા સીટી-બી, જે.ડી.વઢેલ સીટી-એ સહિતના પોલીસકર્મીને આર્મ હેડ કોન્સ તરીકે બઢતી અને આર્મ હેડ કોન્સ તરીકે ફરજ બજાવતાં એ.વી.મંડીર-બેન્ડ વિભાગ, બી.આર.પાંડોર-રાજય આઇબી ખાતે, એમ.કે.ચાવડા-હેડકવાટર, એમ.કે.મકવાણા-હેડકવાટરને એએસઆઇ તરીકે તેમજ આર્મ પોલીસ કોન્સ. તરીકે ફરજ બજાવતા બી.એમ.વાઢેર-હેડકવાટર, એચ.ડી.સંતોકી-ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે બઢતીન આદેશ કરવામાં આવ્યા છે.