લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતાં ગયુવાને ચાર વર્ષથી થયેલી માનસિક બીમારીથી કંટાળીને ઝાડની ડાળીમાં દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતાં કરશનભાઇ ડાડુભાઇ આંબલિયા(ઉ.વ.28) નામના યુવાનને છેલ્લા 4 વર્ષથી માનસિક બીમારી થઇ હતી અને તેની સારવાર જી.જી.હોસ્પિટલમાં ચાલુ હતી અને તબિયતમાં સુધારો થતો ન હોવાથી જીંદગીથી કંટાળીને શુક્રવારે સાંજના સમયે તેના ઘર નજીક વડલાના ઝાડની ડાળીમાં દોરડા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકનાભાઇ એભાભાઇ દ્વારા જાણ કરતાં હેકો. ટી.બી.જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.