Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરજામનગરની જેલમાંથી વધુ એક વખત સીમકાર્ડ સાથે મોબાઇલ મળી આવ્યા !!

જામનગરની જેલમાંથી વધુ એક વખત સીમકાર્ડ સાથે મોબાઇલ મળી આવ્યા !!

અવાર-નવાર મોબાઇલ મળી આવવાની ઘટના સામાન્ય : બે મોબાઇલ-ચાર્જર અને સીમકાર્ડ મળ્યા : અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ

- Advertisement -

જામનગર શહેરમાં આવેલી જિલ્લા જેલમાં અવાર-નવાર પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવવાની ઘટનાઓ બનતી હોય છે અને આ બનાવ અંગે તપાસ થયા બાદ કાર્યવાહી પૂર્ણ થઇ જાય છે. અવાર-નવાર ચર્ચામાં રહેતી જિલ્લા જેલમાં યાર્ડ નં.4માં બેરેક નંબર 4 તથા 5 માંથી ઓશિકા નિચાના ભાગમાંથી બે મોબાઇલ અને એક ચાર્જર તથા સીમ કાર્ડ સાથે ચાલુ હાલતમાં મળી આવતાં જેલરે ગુનો નોંધાવ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરની જિલ્લા જેલમાં અવાર-નવાર સરપ્રાઇઝ ચેકિંગ દરમ્યાન પ્રતિબંધિત ચીજવસ્તુઓ અને મોબાઇલ મળી આવવાની ઘટના અસંખ્યવાર બની ગઇ છે. ઉપરાંત ઠંડા-પીણા, શાકભાજીનો સામાન, ચાર્જર, સીમકાર્ડ મળી આવે છે અને આ પ્રકરણમાં તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે છે. દરમ્યાન શુક્રવારે સાંજના સમયે જેલર નિરૂભા ખુમાનસિંહ ઝાલા દ્વારા જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથધરવામાં આવતાં યાર્ડ નં.4માં બેરેક નંબર 4 અને 5માં તલાસી લેતાં ઓશિકા નિચેથી બે મોબાઇલ અને એક ચાર્જર સીમ કાર્ડ સાથે ચાલુ હાલતમાં મળી આવ્યા હતાં. જેલમાંથી અવાર-નવાર મોબાઇલ મળી આવે છે. જો કે, પ્રતિબંધિત ચીજવસ્તુઓ જેલના કર્મચારીની મીલીભગત વગર અંદર જતી ન હોય પરંતું આ મામલે હજી સુધી જેલના કોઇ કર્મચારીની સંડોવણી બહાર આવી નથી.

આ અંગેની જેલર નિરૂભા.કે.ઝાલા દ્વારા જાણ કરાતાં હેકો એન.કે.ઝાલા જેલમાંથી મળી આવેલા મોબાઇલ તથા સીમકાર્ડ, ચાર્જર બનાવામાં ગુનો નોંધી તપાસ હાથધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular