Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પ યોજાયો

જામનગરમાં મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પ યોજાયો

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને 14 બેંકો દ્વારા 41.77 કરોડની લોનનું વિતરણ કરાયું

- Advertisement -

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને તા.28ના રોજ ટાઉનહોલ,જામનગર ખાતે ભારત સરકારની લીડ બેંક જામનગર દ્વારા મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન કરાયું હતું. ક્રેડિટ આઉટરીચ કેમ્પમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના વડપણ હેઠળ પી.એમ.એમ.વાય, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મુદ્રા લોન, પી.એમ.ઇ.જી.પી., એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ વગેરે સરકારી યોજનાઓ અંતર્ગત કુલ 14 બેંકો (એસ.બી.આઈ., યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેન્ક, આઇ.ડી.બી.આઇ. બેંક, સી.બી.આઇ.,પી.એન.બી. આર.એસ.ઇ.ટી.આઈ વગેરે દ્વારા 1390 લોન અરજીઓ ગ્રાહ્ય રાખી કુલ 41.77 કરોડ રૂપિયાની ધિરાણ મંજૂર કરી સાંસદશ્રી તથા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -


આ તકે સાંસદએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં નાના ઉદ્યોગો અને લઘુ વેપારીઓને માઠી અસરો પહોંચી છે. ત્યારે કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા તમામ બેંકોને લઘુ વેપારીઓ અને ઉદ્યોગને ફરીથી સશક્ત બનાવવા માટે ઝડપભેર લોન આપવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા. સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લોન અપાતા લઘુ વ્યાપારીઓને સરકારનો સાથ મળ્યો છે. બેંકોના કામ લોકોના જીવન અને આર્થિક વ્યવહાર સરળ અને સુગમ બનાવવા માટે ધિરાણ વધારવાનું અને વિભિન્ન સરકારી યોજનાઓનું ત્વરિત અમલીકરણ કરે એ જરૂરી છે. લોકોને સરકાર દ્વારા જાહેર કરાયેલ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના, અટલ પેંશન યોજના જેવી યોજનાઓનો લાભ લોકોને સમજાવીને લેવા પ્રેરિત કરવા જોઈએ.
આ કેમ્પમાં વિવિધ બેંકનાં સ્ટોલ વચ્ચે બેસ્ટ સ્ટોલ સ્પર્ધા યોજાઇ હતી, જેમાં બેંક.ઓફ.બરોડાનો સ્ટોલ વિજેતા બન્યો હતો, જેમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.


આ મેગા ક્રેડિટ આઉટરીચ કેમ્પના શુભારંભ કાર્યક્રમમાં મેયરબીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રી મેરામણભાઈ ભાટુ, ગોપાલભાઇ સોરઠીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, એ.પી.એમ.સી. જામનગરના પ્રેસિડેન્ટ પ્રવિણસિંહ ઝાલા, એસ.બી.આઈ.ના રાજકોટ મોડ્યુલ ડીજીએમ વિનોદ અરોરા, બેન્ક ઓફ ઇન્ડિયાના ડીજીએમ અમરીંદરકુમાર, ડી.આર.ડી.એના નિયામક રાજેન્દ્ર રાયજાદા, નાયક મ્યુનિ. કમિશનર એ.કે.વસ્તાણી, એસ.બી.આઇ. જામનગરના એ.જી.એમ ભૂપેન્દ્ર રામાણી, લીડ બેંકના ચીફ મેનેજર દીક્ષિત ભટ્ટ તથા 12 બેંકોના અધિકારીઓ, વિવિધ વિસ્તારના કોર્પોરેટરઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular