Friday, January 3, 2025
Homeરાજ્યમેઘપર નજીક ખાનગી કંપનીના સિક્યુરીટી ગાર્ડનું અપહરણ કરી લુંટ

મેઘપર નજીક ખાનગી કંપનીના સિક્યુરીટી ગાર્ડનું અપહરણ કરી લુંટ

ફરજ પર રહેલાં સિક્યુરીટી ઉપર પાઇપ વડે હુમલો : છરીની અણીએ રોકડ અને મોબાઇલની લુંટ : અપહરણ કર્યા બાદ ફરી માર માર્યો : મીઠોઇના શખ્સ સહિત બે વિરૂધ્ધ ફરિયાદ

- Advertisement -

જામનગર જિલ્લાના મેઘપર નજીક આવેલી ખાનગી કંપનીના ગેઇટ પાસે ફરજ બજાવતાં સિક્યુરીટીગાર્ડ પાસે કારમાં આવેલા બે શખ્સો એ ઉતરીને લોખંડના પાઇપ વડે આડેધડ માર મારી અપશબ્દો બોલી છરીની અણીએ પતાવી દેવાની ધમકી આપી 1500ની રોકડ અને મોબાઇલ ફોનની લુંટ કરી અપહરણ કર્યા બાદ માર માર્યાના બનાવમાં પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના મેઘપર નજીક આવેલી ખાનગી કંપનીના એસોશિયેટ કોલોનીના ગેઇટમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં કૌશલકુમાર અનિરૂધ્ધ તિવારી(ઉ.વ.29) નામનો યુવાન બુધવારે બપોરના સમયે તેની ફરજ પર હતો ત્યારે જીજે-03-ઇસી-0508 નંબરની સફેદ કલરની કારમાં આવેલાં મીઠોઇ ગામનાં ભરતસિંહ અને એક અજાણ્યા શખ્સે કારમાંથી ઉતરીને લોખંડના પાઇપ વડે યુવાન ઉપર આડેધડ ઘા મારી હુકલો કર્યો હતો અને અપશબ્દો બોલી છરીની અણીએ પતાવી દેવાની ધમકી આપી રૂા.1500ની રોકડ અને એક મોબાઇલની લુંટ ચલાવ્યા બાદ યુવાનનું અપહરણ કરી ગયા હતાં અને ફરીથી માર મારી છોડી મુકયો હતો.

ત્યારબાદ મુકત થયેલાં સિકયુરિટી યુવાન દ્વારા જાણ કરતાં પ્રો.પીઆઇ વાય.જે.વાધેલા તથા સ્ટાફે મિઠોઇ ગામના ભરતસિંહ સહિતના બે શખ્સો વિરૂધ્ધ લુંટ અને અપહરણનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular