દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં કોલવા ગામમાં રહેતી યુવતીએ ગત્ રવિવારે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ અંગેની વિગત મુજબ દેવભૂમી દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કોલવા ગામે રહેતી અલ્પાબેન કરશનભાઈ નંદાણીયા(ઉ.વ.22) નામની યુવતીએ ગત તારીખ 24મીના રોજ કોઈ અગમ્ય કારણોસર જંતુનાશક દવા પી લેતાં તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા કરશનભાઈ નાથાભાઈ નંદાણીયા દ્વારા કરવામાં આવતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.