ગુજરાત પોલીસ વિભાગનું ગ્રેડ પે તથા જુના પગાર ભથ્થામાં વધારો કરવા સહિતની સુવિધાઓનો લાભ આપવા ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્યું છે કે, ગુજરાતના વિવિધ કર્મચારી યુનિયના દબાણથી સરકાર દ્વારા જે તે કર્મચારીઓના ગ્રેડ-પે અને ભથ્થામાં સુધારો કરવામાં આવ્યો છે. રાજ્યના તમામ કર્મચારીઓના મળવાપાત્ર લાભ અંગે બંધારણીય સમાનતા જળવાય રહે તે જોવાની જવાબદારી સરકારની છે. સરકાર દ્વારા રાજ્યના તમામ પોલીસ કર્મચારી બાબતે સમાનતા નિભાવેલ નથી. ગુજરાત રાજ્ય પોલીસ કર્મચારીઓને પણ તેમની વિવિધ માંગણી મુજબ સુવિધાઓનો લાભ આપવો જોઇએ. જેમાં ગુજરાત રાજ્યના એએસઆઇ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ગ્રેડ-પે ખૂબ જ ઓછા છે જેના બદલે તેઓને 4200, 3600, 2800 ગ્રેડ-પે કરવા, ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓના મળતા વર્ષો જુના ભથ્થામાં વધારો કરવામાં આવે અને સાથોસાથ તેઓના ફરજનો સમય નક્કી કરવા, તેઓને ફરજ પર અન્ય જિલ્લા કે રાજ્યમાં તપાસ કે બંદોબસ્ત માટે જવા આવવા સરકારી વાહન વ્યવસ્થા તથા અન્ય ભથ્થાની સુવિધા આપવી જરુરી છે અને આ ભથ્થાઓ સીધા જ તેમના ખાતામાં જમા કરવા, સસ્પેન્ડ થયેલા અધિકારીઓને ફરજ પર લેવાનો સમયગાળો, ઉપરાંત પોલીસ કર્મચારીઓની પોતાના વતન કે જિલ્લાની નજીક બદલી કરવી, નિશ્ર્ચિત સમય મર્યાદા પહેલા બદલી ના કરવી વગેરે જેવા પ્રશ્ર્નો હાલ ગુજરાતના તમામ વિભાગોમાં થતાં શોષણ સામે લડવા વિવિધ યુનિયનો બનાવવામાં આવેલ છે. જેમાં ગુજરાત પોલીસને પણ યુનિયન બનાવવાનો મૂળભૂત અધિકાર આપવા સહિતના પ્રશ્ર્નોના નિરાકરણ માટે માંગણી કરી છે.
જામનગર ભાજપ મહિલા મોરચા તથા જામનગર ગુર્જર સુતાર મહિલા મંડળ દ્વારા આવતીકાલે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી વિશ્ર્વકર્મા મંદિર, પંચેશ્ર્વર ટાવર, જામનગર ગુર્જર સુતાર જ્ઞાતિની વાડીમાં શ્રમિકકાર્ડનો કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં રૂા. 2 લાખ સુધીની મેડિકલ સહાય મળતી હોય, સર્વે જ્ઞાતિજનોને કાર્ડ કઢાવવા માટે ઓરિજિનલ આધાર કાર્ડ ઝેરોક્ષ, એક ફોટો તથા બેંકની પાસબુકની ઝેરોક્ષ સાથે ઉપસ્થિત રહેવા તથા વધુ વિગત માટે ભાજપ મહિલા મોરચાના રિટાબેન જોટંગીયા મો. 9898908740 મહિલા મોરચા મહામંત્રી રેખાબેન વેગડ મો. 96875 60036 તથા જા.ગુ.સુ. મહિલા મંડળ પ્રમુખ કુંદનબેન આમરણીયા મો. 94283 20916નો સંપર્ક કરવા યાદી જણાવે છે.