જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી પોલીસે રહેણાંક મકાનમાંથી રૂા.14,000ની કિંમતની 35 બોટલ દારૂ કબ્જે કરી આરોપીની શોધખોળ આરંભી હતી. જામનગર શહેરના રામકુવા શેરીમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે દારૂની ચાર બોટલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ 58 વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીને મળેલી બાતમીના આધારે પોલીસે રેઇડ દરમ્યાન ચીરાગ વિજય કટામરલના મકાનમાં તલાશી લેતાં રૂા.14,000ની કિંમતની દારૂની 35 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂની બોટલો કબ્જે કરી ચિરાગની શોધખોળ આરંભી હતી.
બીજો દરોડો જામનગર શહેરમાં ગાજરફળી પાસે રામકુવા શેરીમાં રહેતાં પીયુસ ઉર્ફે અનીલ જીતેન્દ્ર નંદા નામના શખ્સને મકાનમાં એલસીબીની ટીમે રેઇડ દરમ્યાન તલાશી લેતાં રૂા.1600ની કિંમતની દારૂની ચાર બોટલ મળી આવતાં પીયુસની અટકાયત કરી પુછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો હિરેન રમેશ ડોડિયા દ્વારા સપ્લાય કરાયાનું ખુલ્તાં પોલીસે કુલ બે શખ્સો વિરોધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.