ગુજરાત રાજયમાં બળાત્કાર, લુંટ અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને અમદાવાદ ગ્રામ્ય અસલાલી પોલીસ સ્ટેશનના ગુનામાં પેરોલ જમ્પ કરી નાસતા-ફરતા કુખ્યાત ચુનારા ગેંગના મુખ્ય સુત્રધારને પેરોલ ફર્લો સ્કવોડે રાજકોટમાંથી દબોચી લઇ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવાયો હતો.
આ અંગેની વિગત મુજબ અમદાવાદ ગ્રામ્ય અસલાલી પોલીસ સ્ટેશનના હત્યા અને લુંટના ગુનામાં પેરોલ જમ્પ કરી ત્રણ વર્ષથી નાસતા-ફરતા કુખ્યાત ચુનારા ગેંગના મુખ્ય સુત્રધાર અંગેની પેરોલ ફર્લો સ્કવોડના કાસમ બ્લોચને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા દિપન ભદ્રનની સુચનાથી એલસીબી પીઆઇ એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એ.એસ. ગરચર, હેકો ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા અરવિંદગીરી ગોસાઈ સહિતના સ્ટાફે રાજકોટના કોઠારીયા વિસ્તારમાં આવેલા ગધીવાડમાં રહેતા ધંધુકા તાલુકાના કોટડા ગામના મહેશ અરજણ ઉર્ફે અજો ચુનારા નામના દેવીપુજક શખ્સને દબોચી લઇ અમદાવાદની મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.