જામનગર સહિત સમગ્ર રાજયમાં પોલીસ કર્મચારી દ્વારા ગ્રેડ-પે અને ભથ્થા વધારવાની માંગણી સાથે જિલ્લામાં પોલીસ કર્મીઓ દ્વારા સુત્રોચાર અને વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. જામનગરના પોલીસ હેડકવાટર ખાતે અને સિટી પોલીસ લાઇનમાં પોલીસ પરિવારજનો દ્વારા ગ્રેડ-પે અને ભાવવધારાનું શાંતિપૂર્વક પ્રદર્શન કરતાં પરિવારજનોને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા ઉશ્કેરવાના પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી કરી હતી.
આ અંગેની વિગત મુજબ ગુજરાત રાજયમાં પોલીસ કર્મચારી અને તેના પરિવારજનો દ્વારા પોલીસકર્મીના ગ્રેડ-પે અને ભથ્થા વધારવાની માંગણી સાથે સમગ્ર રાજયના તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા હતાં. આ વિરોધ પ્રદર્શન જામનગર શહેરમાં આવેલી સિટી પોલીસ લાઇન અને પોલીસ હેડકવાટર ખાતે પણ શાંતિ પૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતાં. દરમ્યાન આ બંન્ને સ્થળોએ પોલીસકર્મી પરિવારજનો દ્વારા થઇ રહેલાં પ્રદર્શન અને આંદોલનમાં આમ આદમી પાર્ટીના આશિષ કંટારિયા, દિલિપ આહિર, મયુર આહિર, ભાવેશ સહિતના હોદ્દેદારો દ્વારા પોલીસ પરિવારજનોને ઉશ્કેરણી કરી આંદોલનને ઉર્ગ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ આંદોલનને ઉશ્કેરવાના પ્રકરણમાં જિલ્લા પોલીસવડા દિપન ભદ્રન અને એએસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પીઆઇ કે.જે.ભોયે તથા સ્ટાફે આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા આંદોલનને ઉશ્કેરવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ કર્મચારીના આંદોલનને ઉશ્કેરવા મામલે ‘આપ’ના હોદ્દેદારો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ
સીટી પોલીસલાઇન અને હેડકવાટર ખાતે પોલીસ પરિવારજનો દ્વારા થાળી વગાડી વિરોધ પ્રદર્શન : આ આંદોલનને આપના હોદ્દેદારો દ્વારા ઉશ્કેરવાનો પ્રયાસ