જામનગર શહેરના વાંબે આવાસ પાછળના રોડ પરથી પોલીસે રેઇડ દરમ્યાન તીનપતી રમતાં છ શખ્સોને રૂા.16,800ના મુદ્દામાલ સાથે ઝડપી લીધાં હતાં. જામનગર શહેરના નાગનાથ ગેઇટ પાસે ઘોડી પાસાનો જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.5,160ની રોકડ સાથે પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં વાંબે આવાસ પાછળ આવેલાં જાહેર રોડ પરથી પોલીસે રેઇડ દરમ્યાન તીનપતીનો જુગાર રમતા પરબત જેઠા ભાન, દિનેશ મોહન તરાવિયા, દેવા દેવરાજ મુન, મયુર હરી જામ, ગોપલ નાગસી નરા, રવસુર સોમા માતકા નામના છ શખ્સોને રૂા.16,800ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધાં હતાં.
બીજો દરોડો જામનગર શહેરમાં નાગનાથ ગેઇટ પાસે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ઇબ્રાહિમ ઉર્ફે ઇબલો મુસા બસર, ઇસા ઉર્ફે ઇસો આમદ જખરા, રાજેશ ઉર્ફે રાજયો દેવશી વારસાટિયા, લક્ષમણ ઉર્ફે મુન્નો નથુ ચાવડા, વિરા ઉર્ફે રાજુ બાના ગડણ નામના પાંચ શખ્સોને પોલીસે રેઇડ દરમ્યાન રૂા.5,160ની રોકડ અને ઘોડી પાસાના બે નંગ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરમાંથી તીનપતીનો જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા
16,800નો મુદ્દામાલ કબ્જે : નાગનાથ ગેઇટ પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ શખ્સ ઝબ્બે : રૂા.5,160ની રોકડ અને ઘોડીપાસે કબ્જે