દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલિકામાં ભાજપ દ્વારા વિજેતા થયા બાદ આજરોજ પ્રમુખ તરીકે ઉષાબેન ગોહેલ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.
ઓખા નગરપાલિકાની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી. જેમાં ભાજપનો જંગી બહુમતિ સાથે વિજય થયો હતો. આજરોજ ઓખા નગરપાલિકા માટે ભાજપ દ્વારા ચૂંટાયેલા સભ્યો પૈકી પ્રમુખ સહિતના હોદ્ેદારો માટે વ્હીપ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં આજે યોજાયેલી ઓખા નગરપાલિકાની સભામાં પ્રમુખ તરીકે ઉષાબેન સુરેશભાઇ ગોહેલ, ઉપપ્રમુખ તરીકે કાદરભાઇ અભુભાઇ મલેક, કારોબારી ચેરમેન તરીકે રાજુભાઇ છોટાલાલ કોટક, શાસક પક્ષના નેતા તરીકે મૂકેશભાઇ કાનજીભાઇ પાંજરીવાલા અને દંડક તરીકે કેશુભા લખુભા હાથલની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. ઓખા નગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોને ભાજપ અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી હતી.