Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં આપના જિલ્લા પ્રમુખ સહિતના અસંખ્ય કાર્યકરોના રાજીનામા

જામનગરમાં આપના જિલ્લા પ્રમુખ સહિતના અસંખ્ય કાર્યકરોના રાજીનામા

સ્થાનિક હોદેદારોની રજૂઆતોની અવગણના : સંગઠનમાં હોદેદારો અને કાર્યકર્તાઓમાં ભારે અસંતોષ

- Advertisement -

જામનગર જિલ્લા આમઆદમી પાર્ટીમાં રવિવારે મોટું ભંગાણ પડયું છે. જેમાં સંગઠનના જિલ્લા પ્રમુખ સહિતના 70 જેટલા હોદેદારો અને કાર્યકરોએ સામૂહિક રાજીનામા આપી દેતાં હડકંપ મચી ગયો છે. સ્થાનિક હોદેદારોની રજૂઆતોને સાંભળવામાં આવતા ન હોવાથી અને અવગણના થતી હોવાથી સામૂહિક રાજીનામાં આપ્યાનું જણાવ્યું છે.

જામનગર જિલ્લા આમઆદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ભાવેશ સભાડીયાની આગેવાનીમાં રવિવારે સાંજે મોટી સંખ્યામાં હોદેદારો અને કાર્યકરો એકત્ર થયા હતા અને 70થી વધુ હોદેદારો-કાર્યકરોએ સામૂહિક રાજીનામા ઘરી દેતાં ભારે હડકંપ મચી ગયો છે. આમઆદમી પાર્ટીના પ્રદેશ સંગઠન દ્વારા જામનગરના નેતાઓની સતત અવગણના કરવામાં આવી રહી છે અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા પાર્ટીની વિચારધારા મુજબ કોઇ રજૂઆત કે વિરોધ કરવામાં આવે તો તુરત જ તેઓને પાર્ટીમાંથી દૂર કરી દેવામાં આવે છે. પ્રદેશ સંગઠનમાં નિર્ધારિત વ્યકિતનો અહમ છે. જેને લઇને જામનગર જિલ્લાના સંગઠનમાં ભારે અસંતોષ વ્યાપી ગયો હતો. જેના પરિણામે જામનગર જિલ્લાના આપના પ્રમુખ ભાવેશભાઇ સભાડીયાની સાથે જામનગર જિલ્લા આપ કિસાન સંગઠનના સુનિલભાઇ ચીખલીયા તેમજ જામનગર જિલ્લા અને 6 તાલુકા સંગઠનના 70 જેટલા હોદેદારોએ સામૂહિક રાજીનામાં આપી દેતાં હડકંપ મચી ગયો છે. આવનારા દિવસોમાં પાર્ટી દ્વારા અવગણના યથાવત રહેશે તો તમામ અન્ય સભ્યો પણ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા ધરી દેશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular