Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારજામનગરના ખિજડીયા બાયપાસ નજીક ટ્રક પલ્ટી જતાં બે યુવાનના મોત

જામનગરના ખિજડીયા બાયપાસ નજીક ટ્રક પલ્ટી જતાં બે યુવાનના મોત

મીઠાપુરથી સોડા ભરી હૈદરાબાદ જતા સમયે અકસ્માત : અકસ્માતમાં કેબિનમાં બંન્ને યુવાનો દબાઇ ગયા : ફાયર, 108 અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

- Advertisement -

દેવભુમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના ભીમરાણા ગામનો યુવાન સહિત બે વ્યકિતઓ મીઠાપુરથી સોડાનો જથ્થો ભરી હૈદરાબાદ જતા હતા તે દરમ્યાન જામનગર પાસે આવેલા ખીજડિયા બાયપાસ નજીક સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં પલટી મારી જતાં અકસ્માતમાં બંન્ને યુવાનોના ઘટના સ્થળે મોત નિપજયા હતાં.

- Advertisement -

ઓખા મંડળ તાલુકાના ભીમરાણા ગામમાં રહેતો પ્રભાતસંઘ મેઘરાજસંધ વાધેલા(ઉ.વ.40) નામનો ચાલક યુવાન પરોઢીયે સાડા ચારેક વાગ્યાના અરસામાં પોતાના ટ્રકમાં સોડાનો જથ્થો ભરીને મીઠાપુરથી હૈદરાબાદ તરફ ભીમરાણા ગામનો જ વતની અસરફ ભીખુભાઇ માંગીયા (ઉ.વ.35) નામના યુવાન સાથે જતો હતો. તે દરમિયાન પરોઢિયે સાડા ચારેક વાગ્યાના અરસામાં જામનગર નજીક ખીજડિયા બાયપાસની ગોલાઇ પાસેથી પસાર થતાં અકસ્માતે ટ્રક પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક રોડથી નીચે ઉતરીને પલટી મારી ગયો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવર અને કલીનર બંને ટ્રકની કેબિનમાં દબાઇ દબાય જવાથી બંન્ને યુવાનોને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ કરતાં 108 એમ્બ્યુલન્સની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ બંનેના મૃત્યુ થયા હોવાથી તેમણે ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને કટર મશીન વગેરેની મદદથી કેબિનના પતરાં વગેરે કાપીને બંને મૃતદેહોને બહાર કાઢી લીધા હતાં.

બનાવની જાણ કરતાં પંચકોશી-એ ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી બે યુવાનોના મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરવા તેમજ અકસ્માત ગુનો નોંધવા કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular