Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરવોર્ડ નં. 11માં આરોગ્ય કેન્દ્રમાં બાળકોને વિનામૂલ્યે વેક્સિનેશનનો પ્રારંભ

વોર્ડ નં. 11માં આરોગ્ય કેન્દ્રમાં બાળકોને વિનામૂલ્યે વેક્સિનેશનનો પ્રારંભ

જામનગરમાં જુના આવાસ પાસે આવેલ સરકારી આરોગ્ય કેન્દ્રમાં બાળકો માટે વિનામૂલ્યે વેક્સિનેશન આપવાની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એક વર્ષ સુધીના બાળકોને કેટલીક વેક્સિન આપવી અત્યંત જરૂરી હોય છે. આવી વેક્સિનો ખાનગી હોસ્પિટલોમાં અંદાજિત રૂા. 1800 સુધી મળતી હોય છે. ત્યારે આ વેક્સિન વિનામૂલ્યે મળી રહે તે માટે જામનગર શહેરમાં વોર્ડ નં. 11માં આવેલ જુના આવાસ પાસે આવેલ સરકારી આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે વેક્સિનેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે વોર્ડ નં. 11ના કોર્પોરેટર હર્ષાબેન, હિનલભાઇ, કિશોરભાઇ કછેટીયા, વિજયસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ તેમજ આરોગ્ય કેન્દ્રની ટીમ ઉપસ્થિત રહી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular