Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન

જામનગર મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન

જન્મ-મરણના દાખલા, આવકના દાખલા સહિતની કામગીરી એક જ સ્થળેથી થશે

- Advertisement -

જામનગર શહેરનો સેવા સેતુ કાર્યક્રમ જામનગર મહાનગરપાલિકા દ્વારા તા. 22-10-21 (વોર્ડ નં. 1થી 4), તા. 23-10-21 (વોર્ડ નં. 5 થી 8), તા. 29-10-21 અને તા. 30-10-21 (વોર્ડ નં. 13 થી 16)ના રોજ સવારે 9 થી સાંજે 5 સુધી એમ.પી. શાહ મ્યુનિ. ટાઉનહોલ ખાતે રાખવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના વિભાગો જેવા કે, જન્મ-મરણ દાખલાઓ, લગ્ન નોંધણીના દાખલાઓ, પ્રોપર્ટી ટેકસના પ્રશ્ર્નો, કારખાના લાયસન્સ, હેલ્થ ચેકઅપ, વોટર વર્કસ અંગેના મુદ્દાઓ વ્યક્ગિત રીતે જે કોઇ અરજદારના હોય તે લેવાના છે. તે જ રીતે સરકારની સેવાઓ જેવી કે, આવકનો દાખલો, વૃધ્ધ પેન્શન, વિધવા પેન્શન, રાશનકાર્ડ, ક્રિમીલેયર સર્ટીફિકેટ, જાતિનો દાખલો, પીજીવીસીએલ (જીઇબી) લગતના મુદ્ાઓ, સમાજ કલ્યાણ અને પછાત વર્ગ વિભાગ હસ્તકના દાખલાઓ અને સર્ટીફિકેટ આ ઉપરાંત લેન્ડ રેકર્ડ વિભાગને લગતા મુદ્દાઓ, આધારકાર્ડની કામગીરી જેવી કે, આધાર કાર્ડ સંલગ્ન મોબાઇલ નંબર પરિવર્તન, આઇસીડીએસ બાળકોના આધારકાર્ડ, 0 થી 5 વર્ષના બાળકોના આધાર કાર્ડ, રેવન્યુ રેકર્ડ માટે વારસાઇ અરજી, ઘરેલું નવા વિજ જોડાણ માટેની અરજીઓ, મેડિકલ કેમ્પ, ઉકાળા વિતરણ બેંક લોન અંગે માર્ગદર્શન તથા ભીમ એપ, કેસલેશ લીટરેસી વિગેરે કાર્યવાહી આ દિવસે હાથ ધરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular