Thursday, January 2, 2025
Homeરાજ્યકાલાવડના મકરાણી સણોસરામાં સાપ કરડતા બાળકનું મોત

કાલાવડના મકરાણી સણોસરામાં સાપ કરડતા બાળકનું મોત

નિંદ્રાધિન બાળકને સાપે દંખ માર્યો : જામનગરમાં હૃદયરોગના હુમલાથી પ્રૌઢનું મૃત્યુ: શહેરમાં બીમારી સબબ શ્વાસ ચડતા વૃદ્ધનું મોત

- Advertisement -

કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામના સીમ વિસ્તારમાં ખેતમજૂરી કરતો પરિવાર નિંદ્રાધિન હતો તે દરમિયાન ત્રણ વર્ષના પુત્રને સાપ કરડી જતાં મોત નિપજ્યું હતું. જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં રહેતા પ્રૌઢને એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરના પટેલનગર વિસ્તારમાં રહેતાં વૃદ્ધને ફેફસાંની બીમારીના કારણે તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામની સીમમાં વલ્લભભાઈ કપુરિયાના ખેતરમાં મજૂરી કામ કરતા મુકેશ રમેશભાઈ માવી નામનો યુવાન તેના પરિવાર સાથે રહેતો હતો અને ઝુંપડામાં ગત તા.27 ના સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે નિંદ્રાધિન હતો તે દરમિયાન શકિત મુકેશ માવી (ઉ.વ.3) નામના બાળકને જમણા પગમાં સાપ કરડી જતા બેશુદ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સોમવારે રાત્રિના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા દ્વારા કરાયેલી જાણના આધારે એએસઆઈ એસ.આર. ચાવડા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરમાં લાલવાડી વિસ્તારમાં આવેલા આરોહી ગ્રીન્સ બ્લોક નં.3 મા રહેતાં અતુલભાઈ પરષોતમભાઇ ઉધરેજા (ઉ.વ.57 ) નામના પ્રૌઢને સોમવારે મધ્યરાત્રિના સમયે એકાએક છાતીમાં દુ:ખાવો થવાથી બેશુદ્ધ હાલતમાં જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે વિજયભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. દાતણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો બનાવ, જામનગર શહેરમાં પટેલનગર શેરી નં.3 માં રહેતા ગોવિંદભાઈ દેવશીભાઇ રાઠોડ (ઉ.વ.65) નામના વૃદ્ધને છેલ્લાં બે માસથી ફેફસાંની બીમારીને કારણે શ્ર્વાસ લેવામાં તકલીફ પડતી હતી. દરમિયાન રવિવારે રાત્રિના સમયે ફરીથી શ્વાસ લેવામાં તકલીફ પડતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર કનવરભાઇ દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. દાતણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular