Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયભારતમાં 8 મહિના બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા

ભારતમાં 8 મહિના બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા

- Advertisement -

દેશમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. આજે રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,596 નવા કેસ નોંધાયા છે, જે 230 દિવસમાં નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. હવે 1,89,694 સક્રિય કેસ છે.

- Advertisement -

સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 13,596 નવા કેસ નોંધાયા છે, જે 230 દિવસમાં નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. ભારતમાં 1ઓક્ટોબરના રોજ કોરોનાના 26727 કેસ નોંધાયા હતા. ત્યારે આજે રોજ કેસની સંખ્યા તેનાથી અડધી થઇ છે. કોરોનાનું સંક્રમણ ભલે ઘટી રહ્યું હોય પરંતુ દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે.

ઉપરાંત ગુલેરિયાએ કહ્યું કે તહેવારોની સીઝનમાં આપણે વધુ સતર્ક રહેવું પડશે. દિવાળીના તહેવારમાં જો ભીડ બેકાબુ બનશે તો ફરીથી કોરોનાના કેસ વધવાની શક્યતાઓ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular