જામનગર જિલ્લામાં સંચાણા ગામે રહેતી યુવતીએ ભુલથી ફિનાઇલ પી લેતા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતા સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.
આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના સંચાણા ગામે રહેતી નસીમાબેન અબ્દુલભાઇ ગાધ નામની યુવતીએ પોતાના રહેણાંકે રાત્રીના સમયે અંધારામાં પાણી પીવા જતાં ભુલથી પાણીની બોટલને બદલે ફિનાઇલની બોટલ માંથી ફિનાઇલ પી લેતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં સારવાર દરમ્યાન યુવતીનું મોત નિપજયાનું તબિબોએ જણાવ્યું હતું. આ અંગે અલિભાઇ અબ્દુલભાઇ ગાધ દ્વારા પોલીસને જાણ કરતાં પંચ એ ડિવિઝનના એએસઆઇ ડી.સી.ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ આગળની કાર્યવાહી હાથધરી હતી.