આજથી ટી-20 વર્લ્ડકપનો શુભાંરભ થઈ રહ્યો છે. સ્કોટલેન્ડની ટીમ ચોથીવાર ટી20 વર્લ્ડ કપમાં રમશે. તેના કેપ્ટન ફાઇલ કોએત્ઝરને જોર્જ મુનસે પાસેથી સુંદર દેખાવની અપેક્ષા છે, કે જે પાછલા કેટલાક સમયથી ભારે ફોર્મમા છે. આ ટીમના મેન્ટોર તરીકે ઇંગ્લેન્ડના ભૂતપુર્વ બેટ્સરમેન જોનાથન ટ્રોટ છે.
આજથી ટી20 વર્લ્ડ કપની શરૂઆત થઇ રહી છે. બાંગ્લાદેશની ટીમ રવિવારે ગ્રૂપ-બીના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સ્કોટલેન્ડ સામે ઊતરશે. બાંગ્લેદેશને પ્રથમ રાઉન્ડમાં સ્કોટલેન્ડ, ઓમાન અને પાપુઆ ન્યૂ ગિનીની સામે રાખવામાં આવ્યું છે. ગ્રૂપની ટોચની બે ટીમને સુપર-12મા જગા મળશે. ગ્રૂપ-બીની એક અન્ય મેચમાં રવિવારે ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની પણ રમશે. ક્વોલિફાઇંગ ગ્રૂપ-એમા આયર્લેન્ડ, નેધરલેન્ડ, શ્રીલંકા અને નામિબિયા છે. સુપર-12ના મુકાબલા 23 ઓક્ટોબરથી શરૂ થશે. 16 ટીમો વચ્ચે કુલ 45 મુકાબલા યોજાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 14 નવેમ્બરે યોજાશે. નોંધનીય છે કે કેલેન્ડર વર્ષમાં સાઉથ આફ્રિકાએ સૌથી વધારે 12 મેચ જીતી લીધી છે અને બીજા ક્રમે બાંગ્લાદેશે નવ મેચમાં વિજય મેળવ્યો છે. જો બાંગ્લાદેશ ગ્રૂપ-બીમા ટોચ ઉપર રહીને ક્વોલિફાઇ થશે તો તે સુુપર-12મા ભારત, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન તથા ગ્રૂપ-એની ઉપવિજેતા ટીમ સામે ટકરાશે.